For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વલસાડમાં ફેક્ટરીમાંથી 20 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

12:43 PM Nov 06, 2025 IST | admin
વલસાડમાં ફેક્ટરીમાંથી 20 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ફેક્ટરીના બે માલિક સહિત કુલ ચારની ધરપકડ, દવાના નામે પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવાના રેકેટનો પર્દાફાશ

Advertisement

વલસાડના અટગામ વિસ્તારમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ ગેરકાયદે રીતે ચાલતી એક ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી ઉપર દરોડા પાડી અંદાજિત રૂૂ.20 કરોડથી વધુ કિંમતનો 114 કિલોગ્રામ પ્રવાહી ડ્રગ્સનો તૈયાર જથ્થો જપ્ત કર્યો છે. ડીઆરઆઈ એ આ ઓપરેશનમાં ફેક્ટરીના બે માલિક અને બે વર્કર્સ સહિત કુલ ચારની ધરપકડ કરી છે. ફેક્ટરીના માલિકો તરીકે ચંદ્રકાંત કેછડા અને અશોક મુળજી પીઠારીયાની ડીઆરઆઈએ રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડના અટગામ વિસ્તારમાં લાયસન્સ વિના છેલ્લા એક વર્ષથી ચાલતી ફેક્ટરી ઉપર ડીઆરઆઈના દરોડા દરમિયાન ડ્રગ્સના જથ્થા ઉપરાંત આરોપીઓ પાસેથી મશીનરી, કેમિકલ્સ અને અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. જેમાં 9.55 કિલો ફિનિશ્ડ અલ્પ્રાઝોલમ અને 104.15 કિલો સેમી-ફિનિશ્ડ ફોર્મમાં જપ્ત કરવામાં આવ્યો છે. આ સિવાય 431 કિલો કાચો માલ, જેમાંp-Nitrochlorobenzene, Phosphorous Pentasulfide, Ethyl Acetate, અને Hydrochloric Acid જેવા મુખ્ય રસાયણોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સિવાય રિએક્ટર, સેન્ટ્રીફ્યુજ, રેફ્રિજરેશન યુનિટ અને હીટિંગ મેન્ટલ સહિત ઔદ્યોગિક સ્તરના પ્રોસેસિંગ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ડીઆરઆઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફેક્ટરીમાં તૈયાર થતા પ્રવાહી ડ્રગ્સને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય કરવામાં આવતું હોવાની આશંકા છે. આરોપીઓ આ પ્રવાહી ડ્રગ્સનો કાચો માલ ક્યાંથી લાવતા હતા, કેવી રીતે બનાવતા હતા અને ક્યાં વેચાણ કરતા હતા તેની વિગતો મેળવવા માટે તેમને 3 દિવસના રિમાન્ડ પર લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ મેન્યુફેક્ચર થયેલું અલ્પ્રાઝોલમ તેલંગાણામાં સપ્લાય થવાનું હતું, જ્યાં તેનો ઉપયોગ સંભવત:

Advertisement

તાડીમાં ભેળવવા માટે થવાનો હતો. અગાઉ પણ, ડીઆરઆઈએ ઓગસ્ટ મહિનામાં આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લાના અચ્યુતપુરમમાં પણ આવી જ એક અલ્પ્રાઝોલમ ઉત્પાદન યુનિટનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે જપ્ત કરાયેલ 119.4 કિલો અલ્પ્રાઝોલમ પણ આ જ હેતુસર તેલંગાણા મોકલવામાં આવવાનું હતું. આ સફળ કાર્યવાહીથી ગુજરાતમાં ડ્રગ્સ ટ્રાફિકિંગના નેટવર્કને તોડી પાડવામાં મોટી સફળતા મળી છે. આરોપીઓ સામે ગઉઙજ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના વલસાડ અને આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનને વેગ આપશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement