For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદરથી ૩૫૦ કિમી દૂર ભારતીય જળસીમામાંથી ઝડપાયું ૪૮૦ કરોડનું ડ્રગ્સ: ૬ પાકિસ્તાનીઓની બોટ સાથે કરાઈ ધરપકડ

03:52 PM Mar 12, 2024 IST | Bhumika
પોરબંદરથી ૩૫૦ કિમી દૂર ભારતીય જળસીમામાંથી ઝડપાયું ૪૮૦ કરોડનું ડ્રગ્સ  ૬ પાકિસ્તાનીઓની બોટ સાથે કરાઈ ધરપકડ

સૌરાષ્ટ્રનો દરિયાકિનારો નશીલા પદાર્થોના લેન્ડીંગ માટે સોફ્ટ ટાર્ગેટ હોય તેમ તાજેતરમાં સોમનાથના દરિયામાંથી 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયા બાદ આજે પોરબંદરના દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી વધુ રૂા. 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયાના અહેવાલો મળી રહ્યા છે. ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીએ મધદરિયે સંયુક્ત ઓપેરશન કરીને 480 કરોડના ડ્રગ્સ ભરેલી બોટ સાથે 6 પાકિસ્તાની શખ્સોને ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે. આ બોટને પોરબંદરના દરિયા કાંઠે અથવાતો ઓખા બંદરે લઈ જવામાં આવે તેવી શક્યતાઓ છે.

Advertisement

મળતી માહિતી અનુસાર પોરબંદરથી આશરે 380 કિલોમીટર મધદરિયે પાકિસ્તાન સરહદ નજીકથી અગાઉ મળેલી બાતમીના આધારે કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબીએ એક શંકાસ્પદ બોટ અટકાવી તલાશી લેતા તેમાંથી રૂા. 480 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવેલ છે અને આ બોટમાંથી છ પાકિસ્તાની શખ્સો પણ ઝડપાયેલ હોય આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી આવી રહ્યાની પ્રાથમિક વિગતો મળી રહી છે.

જો કે, આ અંગે સત્તાવાર હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આવતી કાલે સવારે અથવા બપોર સુધીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર માહિતી આપવા આવે તેવું જાણવા મળી રહ્યું છે. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ રૂા. 480 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયાનો જાહેર કરાયું છે. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોસ્ટગાર્ડ, એટીએસ અને નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યુરોએ જોઈન્ટ ઓપરેશન કરીને અત્યાર સુધીમાં 3135 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. આજે ઈન્ટલીજન્સના આધારે કોસ્ટગાર્ડ દ્વારા આ ઓપરેશન પાર પાડવા માટે ડોર્નિયર એરક્રાફ્ટની મદદથી મધદરિયે જ પાકિસ્તાની બોટને અટકાવવામાં આવી હતી. ડોર્નિયર એરક્રાફ્ટથી તાજેતરમાં જ વેરાવળ ખાતે પકડાયેલ ડ્રગ્સ બાબતે પણ ઈનપુટ્સ આપવાઆવ્યા હતાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement