For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદરના દરિયામાંથી ફરી 3500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

03:39 PM Nov 15, 2024 IST | Bhumika
પોરબંદરના દરિયામાંથી ફરી 3500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
Advertisement

મધદરિયે નેવી-એટીએસ અને એનસીબીએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું ઓપરેશન ‘સાગર મંથન-4’ કરી, બોટ સાથે 8 ઈરાની શખ્સોને ઝડપી લીધા

ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓના સિન્ડિકેટ ઉપર અંકુશ લગાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરેલા ઓપરેશનમાં ગુજરાત એટીએસ, નાર્કોટિક્સ બ્યુરો અને નેવીને મોટી સફળતા મળી છે. પોરબંદરના દરિયામાંથી રૂા. 3500 કરોડનું 700 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. આ કદાચ ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટુ ઓપરેશન ગણાવવામાં આવી રહ્યુ છે. સાગરમંથન-4 અંતર્ગત આ ઓપરેશન પોરબંદરના દરિયામાં હાથ ધરવામાં આવ્યું હતું. ગઈકાલ રાતથી શરૂ થયેલા આ ઓપરેશનમાં ત્રણેય એજન્સીએ સંયુક્ત રીતે કામગીરી કરી 700 કિલો ડ્રગ્સ સાથે 8 વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. જેમાં કેટલાક ઈરાની હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ ઓપરેશનને સાગરમંથન-4 કોડનેમ આપવામાં આવ્યું હતું. જેના અંતર્ગત કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો સાથે ગુજરાત એટીએસ અને નેવીની ટીમે પોરબંદરના દરિયામાં ગઈકાલે રાતથી જ એક બોટને આંતરી હતી. અને આ બોટમાં સવાર 8 વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. આબોટમાંથી ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો જથ્થો મળી આવ્યો હતો. નાર્કોટિક્સ વિભાગ સાથે ગુજરાત એટીએસ અને નેવીએ તપાસ કરતા 3500 કરોડની કિંમતનો આ 700 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. મેટામેન તરીકે ઓળખાતા આ ડ્રગ્સનોે જથ્થો પાકિસ્તાનથી આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગુજરાતનો દરિયાકાંઠો માદક પદાર્થોની હેરાફેરી માટે સુરક્ષીત ગણાતો હોય જેથી હવે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવે છે. ભારતમાં મોટાપાયે ડ્રગ્સનો જથ્થો ઘુસાડવામાં સ્થાનિક લોકોની પણ મદદ લેવામાં આવે છે ત્યારે આ મામલે નાર્કોટિક્સ ક્ધટ્રોલબ્યુરો અને ગુજરાત એટીએસે વધુ તપાસશરૂ કરી છે.

આ બોટમાંથી ડ્રગ્સની હેરાફેરી કરીને ડ્રગ્સનો જથ્થો ક્યાંલઈ જવાનો હતો તે બાબતની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, ભારતમાં જે ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે તે ડ્રગ્સ દ્વારા મળતા રૂપિયાનો ઉપયોગ ભારત દેશ વિરોધી ષડયંત્રમાં કરવામાં આવે છે. અને હવાલા મારફતે આ રકમ પાકિસ્તાન સુધી પહોંચે છે.

પોરબંદરના દરિયામાં ડ્રગ્સનો મોટો જથ્થો આવવાનો હોવાની માહિતી કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોને મળી હતી. જેના આધારે ઈન્ટેલિજન્સ ઈન્પુટ પરથી સાગર મંથન-4 કોડનેમ આપીને ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં નેવીની મદદ લઈને આ બોટને પકડી પાડવામાં આવી હતી. આ મામલે કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોના ડે. ડાયરેક્ટર જ્ઞાનેશ્ર્વરસિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા ડ્રગ્સ સામેની ઝીરો-ટ્રલરન્સ નીતિનો પુરાવો છે. ડ્રગ્સમુક્ત ભારતના વડાપ્રધાનના આ વિઝનને અનુસરીને છેલ્લા ઘણા વખતથી ડ્રગ્સ માફિયાઓ સામે કેન્દ્રીય એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે. ગુજરાતના પોરબંદરમાં સતત ત્રીજુ ઓપરેશન પાર પાડીને ઈતિહાસમાં સૌથી મોટુ ગણાતુ 355 કરોડનું 700 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આ સૌથી મોો જથ્થો ગણવામાં આવે છે. જેમાં ઈરાની સહિત 8 વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ 11 ઈરાની અને 14 પાકિસ્તાની ઝડપાઈ ચુક્યા બાદ ચોથું મોટું ઓપરેશન
ડ્રગ્સની હેરાફેરી માટે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે મામલે કેન્દ્રીય એજન્સીઓ પણ આવા ડ્રગ્સ માફિયાઓ સામે અંકુશ લગાવવા માટે સાર્થક થઈ છે. અને તાજેતરમાં જ નાર્કોટિક્સ વિભાગમાં 111 જગ્યાઓ ઉભી કરવામાં આવી છે. અને જેમાં પાંચ એસપી કક્ષાના અધિકારીનો સમાવેશ કરાયો છે. અગાઉના 4 દરોડામાં 3110 કિલો ચરસ અને મેથ પાઉડર તેમજ હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ 3300 કિલો ડ્રગ્સ સાથે પાંચ વિદેશી નાગરિકો તેમજ 62 કિલો સાથે છ પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 11 ઈરાની અને 14 પાકિસ્તાની જેલમાં છે ત્યારે આ ઓપરેશન સાગરમંથન-4માં વધુ 8 વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. જેનું કનેક્શન પાકિસ્તાન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement