For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છના ભીમાસરમાં નશાખોર પતિએ પત્નીને છરીના 18 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી

12:47 PM Mar 05, 2024 IST | admin
કચ્છના ભીમાસરમાં નશાખોર પતિએ પત્નીને છરીના 18 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી

રાપર તાલુકાના ભીમાસર ભુટકિયા ખાતે રવિવારે પત્નીએ પતિને કામ ઉપર જવાનું કહેતાં બોલાચાલી બાદ નશાખોર પતિએ પોતાની પત્નીને છરીના 18 ઘા ઝીંકી તેની કરપીણ હત્યાને અંજામ આપ્યો હોવાની ઘટનાથી પંથકમાં અરેરાટી ફેલાઇ હતી. હત્યારા પતિને પોલીસે રાઉન્ડ અપ કરી લીધો છે. હાલ આ ઘટનાથી બે માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

Advertisement

મુળ પલાંસવાના હાલે રાપરના ગેલીવાડીમાં રહેતા મૃતકના માતા ગૌરીબેન ગેલાભાઇ મકવાણા (રાજપૂત) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમની 32 વર્ષિય દિકરી ગીતાના ભુટકીયા રહેતા મહેશ સુજાભાઈ બાયડ (રાજપૂત) સાથે દસેક વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. સંતાનમાં 6 અને 4 વર્ષના બે પુત્રો છે. મહેશ કડિયાકામ સેન્ટ્રીંગને લગતું છૂટક કામ કરતો હતો.

ગીતાના પતિ દારૂૂ પીને અવારનવાર પત્ની સાથે મારકૂટ કરતો રહેતો હતો. રવિવારે બપોરે કામ પર જવા મામલે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઈને મહેશે છરી વડે ગીતાના પેટ, પીઠ, બગલ, પગ, માથા સહિતના અંગોમાં ઝનૂનપૂર્વક છરીના 18 ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.બનાવ અંગે જાણ થતાં મૃતકના માતા સહિતના પરિવારજનો ભુટકીયા પહોંચી ગયા હતા અને દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પલાંસવા સરકારી હોસ્પિટલે ખસેડી હતી. તેમણે ગીતાના પતિ મહેશ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આડેસર પોલીસે તેમની ફરિયાદના આધારે મહેશ વિરુધ્ધ ખૂનનો ગુનો નોંધી તેને રાઉન્ડ અપ કરી લીધો હતો. પતિ અને પત્નીની તકરારમાં બે માસૂમ બાળકોને માવતરની છત્રછાયા ગૂમાવવાનો વારો આવ્યો છે.અંજાર: ભીમાસર (ભુ)માં કામે જવાની વાત પર બોલાચાલી કરી પોતાની પત્નીને જ છરીના 18 ઘા ઝીંકી હત્યાને અંજામ આપનાર પત્નીના હત્યારાની અટકાયત કરી લેવાઇ હોવાનું આડેસર પીએસઆઇ બી.જી.રાવલે જણાવી આરોપીને આજે કોર્ટમાં રજુ કરાશે તેમ જણાવ્યું હતું. પોલીસે આ બનાવમાં હત્યામાં વપરાયેલ હથિયાર કબ્જે લેવાની પણ કાર્યવાહી હાથ ધરી છે. તથા સંબંધીત પુરાવાઓ પણ એકત્રીત કરાઇ રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement