ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આરટીઓમાં મોટરકાર માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફરી બે દિવસ બંધ

04:11 PM Jul 25, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

અરજદારોને ધક્કો થતા રોષ ફેલાયો

Advertisement

રાજકોટ આરટીઓ કચેરીમાં ફરીથી બે દિવસ માટે ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા બે મહીનામાં અસંખ્યવાર ટેસ્ટ ટ્રેકમાં કામગીરી બંધ કરવામાં આવતા અરજદારોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે.

આરટીઓ દ્વારા જાહેર કરેલી યાદી મુજબ આજે અને આવતીકાલના રોજ ટેકનીકલ કારણોસર બંધ રહેશે. જયારે બાઇક માટેનો ટ્રેક ચાલુ રહેશે તેમ કહ્યું હતું. છેલ્લા ઘણા સમયથી આરટીઓના ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકમાં ખામી સર્જાવાના કારણે અવાર નવાર કામગીરી બંધ કરવી પડી છે. ત્યારે વધુ એક વખત ટ્રેક બંધ કરવામાં આવ્યો છે.
આરટીઓના ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકમાં અવારનવાર થતી ક્ષતીના કારણે અમદાવાદની ટીમ પણ બોલાવી હતી અને સિસ્ટમ અમદાવાદ ખાતે પાછી મોકલવામાં આવી હતી છતા પણ ખોખો ડેલીએ હાથ દઇ આવ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. બે દિવસ બંધ રહેતા અરજદારોને કચેરી ખાતે ધરમનો ધક્કો થયો હતો.

Tags :
drivingtestgujaratgujarat newsrajkotrajkot newsRTO
Advertisement
Advertisement