ખંભાળિયા-જામનગર હાઇવે પર કજુરડા પાટિયે બેરી કેડ મૂકી દેતા વાહનચાલકો પરેશાન
ખંભાળીયા-જામનગર હાઇવે પરના કજુરડા પાટીયા પાસે નેશ્નલ હાઇવે દ્વારા બેરી ગેઇટ મુકી દેતા લોકો હેરાન પરેશાન થય ગયા છે જે દિવાળી તહેવારો ટાઇમેજ રસ્તો બંધ કરી દેવામા આવ્યો હતો તે વાડીનાર , ભરાણા, ટીંબડી, નાના આંબલા, મોટા આંબલા, કજુરડા, વિજયનગર તેમજ ત્યાથી અપ ડાઉન કરતા વેપારી વર્ગ, મજુર વર્ગ , સરકારી અધીકારીઓ તેમજ કોન્ટ્રાકટરને માથાનાં દુખાવા સમાન બની ગયુ છે જે કજુરડા પાટીયેથી ખંભાળીયા જવા માટે નેશ્નલ હાઇવે પર કટ મુકવામા આવ્યો હતો તે તંત્ર દ્વારા બેરી ગેઇટ મુકી બંધ કરી દેવામા આવ્યો છે લોકોને ખંભાળીયા જવા માટે રોંગ સાઇડમા એક કીલોમીટર સુધી જીવનાં જોખમે જવુ પડે છે.
અને જો રોંગ સાઇડમા ન જાય તો કજુરડા પાટીયેથી દેવરીયા પાટીયા સુધી ત્રણ કીલોમીટર જવુ પડે છે ત્થા હાઇવે દ્વારા કુટ મુકવામા આવ્યો છે તંત્રે જાણ હોવા છતા બેરી ગેઇટ હટાવવામા આવતા નથી અમુક આગેવાનો દ્વારા લેખીતમા રજુઆત પણ કરવામા આવી છે છતા નેશ્નલ હાઇવે અને તંત્રના પેટનુ પાણી હલતુ નથી બેરી ગેઇટ મુકવાથી લોકોનાં જીવ તાળવે ચોટી ગયા છે એક વર્ષ પહેલા પણ બેરી ગેઇટ મુકવામા આવ્યા હતા ત્યારે સાત ગામનાં ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતનાં લેટરમા લેખીત રજુઆત પણ કરવામા આવી હતી ઔધોગીક વિસ્તાર ધરાવતા એરયામા લોકોને મુશ્કેલી વેઢવી પડે છે તંત્ર દ્વારા બેરી ગેઇટ હટાવી રસ્તો ચાલુ કરવા માંગ ઉઠી છે.