લીંબડીમાં પૂરઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવ્યો, બાઇકને ઉલાળતા ATMમાં ઘુસી ગ્યું!
સદ્દભાગ્યે કોઇ જાનહાનિ નહીં, કારચાલકે નુકસાન કરતા ફરિયાદ નોંધાઇ
સુરેન્દ્રનગરના લીંબડી બસ સ્ટેન્ડ રોડ પર આવેલા એસબીઆઇ બેંકના અઝખ મશીનના રૂૂમમાં બાઈક ઘૂસી જતા વ્યાપક નુકસાન થયું હતું. જેમાં પૂરઝડપે આવતા અજાણ્યા કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દઈ એટીએમ મશીન બહાર રસ્તા પર પાર્ક કરેલા બાઈકને અડફેટે લેતાં બાઈક એટીએમની અંદર જ ઘૂસી ગયું હતું. જેના લીધે અફડાતફડી મચી હતી.
લીંબડી બસ સ્ટેન્ડ રોડ પર આવેલા એસબીઆઇ બેંકના અઝખ મશીનના રૂૂમમાં બાઈક ઘૂસી જતા એટીએમના કાચ અને દરવાજો તૂટી જતા નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયાં હતા. જયારે આ અકસ્માતની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની કે કોઈને ઇજા થઈ નહોતી. લીંબડી બસસ્ટેન્ડ પાસેના એટીએમમાં બાઈક ઘૂસી ગયાની જાણ થતા બેન્કના અધિકારીઓ પણ તાકીદે બનાવના સ્થળે દોડી ગયા હતા. જયારે આ ઘટનાના પગલે લીંબડી પોલીસ પણ બનાવના સ્થળે દોડી ગઈ હતી.