થાનમાં ટ્રાફિક પોલીસે રોકતા કારચાલક ભાગ્યો, બજારમાં 10 લોકોને અડફેટે ચડાવ્યા
કારના ચાલકે બાઈકને 500 મીટર સુધી ઢસડયું: એકનો પગ ભાંગી ગયો
થાન પોલીસ ટ્રાફિક ડ્રાઇવ સમયે એક કારને તપાસ માટે રોકવાનો ઇશારો કરતાં પોલીસને જોઇ ડ્રાઇવરે કાર હંફાવી મૂકી હતી. 10 લોકોને ભરબજારે ઉડાડ્યા હતા. બાદમાં કાર મૂકી ફરાર થઇ ગયો હતો.
થાનગઢ નવા પીઆઇ ટી.બી.હીરાણી અને લીમડીના ડીવાયએસપી વિશાલ રબારી દ્વારા પીપળાના ચોકમાં ટ્રાફિક ડ્રાઈવ કરાઇ હતી. દરમિયાન એક કારને રોકવાનો પ્રયાસ કરતાં કારમાં બેઠેલા શખ્સ દ્વારા થાનગઢ પીપળાના ચોકની અંદર રેલવે ફાટક સુધી કાર દોડાવાઇ હતી. બાઇકને 500 મીટર સુધી ઢસડી લઈ ગયો હતો. પોલીસ તેની પાછળ દોડતાં પિક્ચરમાં દ્રશ્ય સર્જાય એવા દ્રશ્યો સર્જાયા હતા.
આ સમયે સ્વીફટ ગાડી દ્વારા 8થી 10 લોકોને ઇજા કરાતાં એક વ્યક્તિને પગે ફેક્ચર થયું હતું. કાર ખાખરાળી ચોકડીએ ગાડી બિનવારસી મળી હતી. કારમાંથી એક મોબાઇલ મળ્યો છે.નંબરના આધારે આ કાર વિજય ખાચરના નામે હોવાનું જાણવા મળ્યું હતું.
આ વ્યક્તિ ક્યાં રહે છે તેની તપાસ ચાલુ હોવાની પીઆઇ પીઆઇ પી.બી. હિરાણીએ જણાવ્યું હતું. હું મારા ઘરેથી અમે 3-4 મિત્ર પીપળાના ચોકમાં ચાલીને જતા હતા. ત્યારે પાછળથી આવીને ગાડીએ મને ટક્કર મારી અને હું એકવાર પડી ગયો મારા બે મિત્રને પણ વાગ્યું છે. મને પગે ફેક્ચર થઈ ગયું છે મારો પગ ભાંગી ગયો છે અને મારા મે મિત્રને મુઢમાર વાગ્યો છે.
