ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સિહોર નજીક ચાલુ રિક્ષાએ ચાલકને હાર્ટએટેક આવતાં મોત

11:55 AM Jul 24, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

મોભી ગુમાવતા પરિવારમાં શોક છવાયો

Advertisement

ભાવનગર નજીક ચાલુ રિક્ષાએ યુવાનને હૃદય રોગનો હુમલો આવતા તેનું મોત નિપજ્યું છે. હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે. હાર્ટ એટેક ક્યારે, કયા સમયે આવે તે નક્કી હોતું નથી. આવા વધુ એક બનાવમાં ભાવનગરના સિહોર નજીક રેલવે ફાટક નજીક પસાર થતી એક રીક્ષા ચાલકને હૃદય રોગનો હુમલો આવવાનો બનાવ બનવા પામ્યો છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ સિહોર ના ભાવનગર રાજકોટ હાઇવે પર રેલવે ફાટક નજીક પસાર થતી રીક્ષા માં રીક્ષા ચાલકને હૃદય રોગનો હુમલો આવતા રિક્ષા ઝાડ સાથે અથડાઈ હતી. સ્થાનિકોએ દોડી જઈ રીક્ષા ચાલક વિજયસિંહ સરવૈયા ને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસીને મૃત જાહેર કરેલ. આ બનાવથી મૃતક રિક્ષાચાલકના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

Tags :
bhavnagarnewsdeathgujaratgujarat news
Advertisement
Advertisement