માળિયા નજીક ડમ્પર પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત
12:02 PM Nov 26, 2025 IST
|
Bhumika
Advertisement
અમદાવાદ માળિયા હાઈવે પર રોહીશાળા ગામના પાટિયા નજીક આગળ જતા ડમ્પર પાછળ આઈસર ટ્રક અથડાયો હતો અકસ્માતમાં આઈસર ચાલકનું મોત થયું હતું તેમજ બાજુમાં બેસેલ આધેડને ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
Advertisement
કચ્છના અંજાર તાલુકાના સાપેડા ગામના જયંતીલાલ બેચરાભાઈ વરાયાએ આઈસર ટ્રક જીજે 39 ટીએ 7485 ના ચાલક વિપુલભાઈ નટુભાઈ પરમાર રહે રૂૂંડેલ તા. બોરસદ આણંદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 23 ના રોજ ફરિયાદી જયંતીલાલ અને વિપુલ પરમાર બંને આઈસર લઈને જતા હતા માળિયા તાલુકાના રોહીશાળા ગામ પાસે પહોંચતા આગળ જતા ડમ્પર જીજે 08 એયુ 8033 પાછળ આઈસર ટ્રક અથડાયો હતો અકસ્માતમાં આઈસર ચાલક વિપુલ પરમાર (ઉ.વ.34) વાળાનું મોત થયું હતું તેમજ ફરિયાદીને પગમાં ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
Next Article
Advertisement