For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થાનના મોરથળા ગામે ભૂમાફિયાઓએ ખોદેલી ખાણમાં ડમ્પર પડતા ચાલકનું મોત

01:46 PM Nov 04, 2025 IST | admin
થાનના મોરથળા ગામે ભૂમાફિયાઓએ ખોદેલી ખાણમાં ડમ્પર પડતા ચાલકનું મોત

Advertisement

ત્રણ કલાકની મહેનત બાદ મૃતદેહ બહાર કઢાયો

થાનના મોરથળા ગામે ભૂમાફિયાઓએ ખોદેલી ગેરકાયદે ખાણમાં ભારે વરસાદને કારણે વર્તમાન સમયે પાણી ભરાઇ ગયા છે. રસ્તાની બાજુમાં જ આવેલી ઉંડી ખાણમાં રસ્તો બેસી જવાથી ડમ્પર સાથે ચાલક પણ ખાણમાં પડી જતા મોત થયું હતું. 3 કલાકની મહેનત બાદ સુરેન્દ્રનગરની ફાયરની ટીમે ચાલકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

Advertisement

મનપાના ફાયર વિભાગના દેવાંગ દૂધરેજીયાએ જણાવ્યું કે, ખાણ ઊંડી હતી અને પાણી ડહોળુ છતાં તરવૈયાઓ અંદર ઉતરી તપાસ કરી હતી. ખાણમાં કિચડ હોવાથી લગ નામના અણી ધરાવતા સાધન ખાડામાં ફેરવતા લાશ તેમાં ફસાઇ ગઇ હતી. મોરથળા ગામે ખાણમાં ભુમાફીયાઓએ ખોદી નાંખતા જમીન અંદરથી પોલી થઇ ગઇ હતી. અંદાજે 40 ટન જેટલી કપચી ભરીને ડમ્પર પસાર થતુ હતુ. રસ્તાની બાજુમાં જ 10થી 12 ફૂટ પાણી ભરેલી આડ છે. ભારે વરસાદને કારણે જમીન પોલી થઇ જતાં ડમ્પર પાણી ખાબક્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement