For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના પાટીદડ પાસે અકસ્માતમાં બાઈક વોંકળામાં ખાબકતાં કારચાલક ઉપર હુમલો

01:44 PM Dec 02, 2025 IST | Bhumika
ગોંડલના પાટીદડ પાસે અકસ્માતમાં બાઈક વોંકળામાં ખાબકતાં કારચાલક ઉપર હુમલો

ગોંડલના ભગવતી પાર્કમાં રહેતાં વેપારી પોતાની કાર લઈને પાટીદડ નજીક કાર લઈને જતાં હતાં ત્યારે ડબલ સવારી મોટર સાઈકલ સાથે અકસ્માત થતાં મોટર સાઈકલ વોંકળામાં ખાબકયું હોય બાઈક ઉપર પાછળ બેઠેલ યુવકને મદદ માટે ઉતરેલી વેપારી ઉપર બાઈક ચાલકે પથ્થર વડે હુમલો કરી દેતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મુળ ચરખડીના અને હાલ ગુંદાળા રોડ પર ભગવતી પાર્કમાં રહેતાં વેપારી મિત કિરીટભાઈ સખીયાએ નોંધાવેલી ફરિયાદમાં હોન્ડા મોટર સાઈકલ નં.જી.જે.3 એમ.કયુ.9434ના ચાલકનું નામ આપ્યું છે.

Advertisement

મીત પોતાની સ્વીફટ કાર નં.જી.જે.6 એફ.સી.7556 લઈને અનિડા ગામથી આગળ પાટીદડ જવાના રસ્તે જતાં હતાં ત્યારે ડબલ સવારી મોટર સાઈકલ સાથે અકસ્માત થતાં મોટર સાઈકલ બાજુમાં વોંકળામાં ખાબકયું હતું. જેથી મીત કિરીટભાઈ તથા ગાડીમાં બેસેલ તેમના મિત્ર બન્ને નીચે ઉતરી અને વોંકળામાં પડેલા યુવકની મદદ માટે ગયા ત્યારે મોટર સાઈકલ ચાલકે મીત સાથે ઝઘડો કરી પથ્થર વડે તેના ઉપર હુમલો કરી દીધો હતો. ઈજાગ્રસ્ત મીત સખીયાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા બાદ આ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મોટર સાઈકલ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement