મોરબીમાં સામાકાંઠા વિસ્તારમા પીવાના પાણીની સમસ્યાનો આવશે અંત, પાનેલી તળાવ નવીનીકરણને મંજૂરી
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ રૂૂપે તંત્ર દ્વારા પાનેલી તળાવ નવીનીકરણ યોજનાને મંજુરી આપી છે મોરબી મહાનગરપાલિકા દ્વારા પાનેલી તળાવ પર આધારિત નવા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ યોજના અમલમાં મુકાઈ છે 25 ખકઉ ક્ષમતા ધરાવતું વિસ્તૃત પ્લાન્ટ, નવું પમ્પીંગ સ્ટેશન સહિતની કામગીરી સાથે પાઈપલાઈન નેટવર્ક વિકસાવવામાં આવશે જેની અંદાજીત રકમ ખર્ચ રૂૂ 40.47 કરોડ થશે.
જેમાં ઝીરો લીક્વીડ ડીસ્ચાર્જ ટેકનોલોજી સાથે 35 ખકઉ ક્ષમતા ધરાવતું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રેપીડ ગ્રેવિટી સેન્ડ લીફ્ત્ર દ્વારા ગતિશીલ રીતે પાણી શુદ્ધિકરણ, 25 ખકઉ ગ્રાઉન્ડ સર્વિસ રીઝવોઈર પાણીના સંગ્રહ માટે, પ્લાન્ટ માટે ઓવર હેડ બેકવોશ ટેંક સહિતની સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે પાનેલી તળાવ રાજાશાહી સમયનું એતિહાસિક તળાવ જેની આશરે 200 ખઈઋઝ પાણી સંગ્રહ ક્ષમતા છે તે મોરબી શહેર પૂર્વ ભાગ માટે મુખ્ય પાણી સ્ત્રોત તરીકે પસંદ કરવામાં આવ્યું છે.
મોરબી શહેરમાં પીવાના પાણીની સમસ્યાઓનો અંત લાવવા રાજ્ય સરકાર દ્વારા રૂૂ. 56.28 કરોડના ચાર વિકાસ કામોને લીલીઝંડી આપી છે. જેને લઈને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.