મહાનગરપાલિકાના 183 આવાસોનો ડ્રો સંપન્ન, યાદી વેબસાઇટ ઉપર મુકાઇ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન તરીકે નિતિનભાઈ રામાણી એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, તારીખ:26/03/2025ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના EWS-2 કેટેગરીનાં 133 અને MIG કેટેગરીનાં 50 ખાલી પડેલ આવાસોનો કમ્પ્યુટરાઇઝ્ડ જાહેર ડ્રો યોજવામાં આવ્યો હતો. આથી ડ્રો બાદ આવાસ મળેલ હોય, એવા અરજદારોની ઓનલાઇન ફોર્મ ભરતી વખતે થયેલી નાની ભૂલના કારણે અરજી રિજેકટ ના થઇ જાય એ માટે અરજદારોની અરજી રિજેક્ટ કરતા પહેલાં એમને અપુરતા આધાર-પુરાવાઓની પૂર્તતા કરવાની એક તક આપવામાં આવી હતી.
આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર પ્રસિધ્ધ થનાર વેઇટિંગ યાદીમાં નામ ધરાવતા અરજદારો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર પોતાની અરજીની સ્થિતિ જાણી શકે છે. આ યાદીમાં સામેલ લીસ્ટમાં નામ ધરાવતા અરજદારો અપુરતા આધાર-પુરાવાઓની પૂર્તતા કરવા માંગતા હોય એવા અરજદારો રૂૂ. 300/-ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ્ડ સોગંદનામું તથા જરૂૂરી આધાર-પુરાવાઓ સાથે દિનાંક 25/07/2025 સાંજે 05:00 વાગ્યા સુધીમાં આવાસ યોજના વહીવટી વિભાગમાં અરજી કરી શકે છે. ત્યારબાદ કરવામાં આવેલ કોઈપણ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. અરજદારની પાત્રતા બાબતે રાજકોટ મહાનગરપાલિકાનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.