For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન પદે ડો.સંતવલ્લભ સ્વામીની વરણી

11:29 AM Apr 16, 2025 IST | Bhumika
વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન પદે ડો સંતવલ્લભ સ્વામીની વરણી

Advertisement

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ 15 એપ્રિલને મંગળવારના રોજ યોજાઇ હતી. જેમાં બિનહરીફ ચૂંટાયેલા સભ્યો પૈકી ડોક્ટર સંતવલ્લભદાસજી સ્વામીની ચેરમેન તરીકે તથા દેવપ્રકાશ સ્વામીની વડતાલ મંદિરના મુખ્ય કોઠારી તરીકે વર્ણી કરવામાં આવતા હરિભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.
વડતાલ ટેમ્પલ કમિટીના કોઠારી દેવપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ ટેમ્પલ કમિટીમાં ડોક્ટર સંતવલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, પાર્ષદ વલ્લભ ભગત, સંજયભાઈ શાંતિલાલ પટેલ (ભરૂૂચ), તેજસભાઈ બીપીનભાઈ પટેલ (પીપળાવ), અલ્પેશભાઈ પંકજભાઈ પટેલ (વડોદરા) અને સંજયભાઈ હીરાભાઈ પટેલ (ગોધરા) બિનહરીફ ચૂંટાયા હતા. ચૂંટાયેલ કમિટીના નવા સભ્યોની પ્રથમ મીટીંગ મંગળવારે સવારે મંદિરની બોર્ડ ઓફિસમાં મળી હતી. જેમાં બ્રહ્મચારી, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના 6 સભ્યોએ ડોક્ટર સંતવલ્લભદાસજી સ્વામીની ચેરમેનપદે અને દેવપ્રકાશ સ્વામીની કોઠારીપદે નિમણૂક કરી હતી. જ્યારે સંજયભાઈ શાંતિલાલ પટેલ (ભરૂૂચ)ની સેક્રેટરી તરીકે વરણી કરી હતી.

ટેમ્પલ કમિટીના સૌ સભ્યોનું આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ફુલહાર પહેરાવી તેઓનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.આ દરમિયાન વડતાલ મંદિરના વડીલ સંતો નૌતમસ્વામી - શ્રીવલ્લભ સ્વામી - બ્રહ્મચારી હરિસ્વરૂૂપાનંદજી - પી પી સ્વામી વગેરે સંતો એ હારતોરા કરીને શુભેચ્છા પાઠવી નવા નિમાયેલા ચેરમેન ડોક્ટર સંતવલ્લભદાસજી સ્વામી, કોઠારી દેવપ્રકાશ સ્વામી તથા અન્ય સભ્યોને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement