રેવન્યુ વિભાગના અધિકારીઓ સાથે ડો.જયંતિ રવિની બંધબારણે બેઠક
ગામતળની જમીનના પ્રોપર્ટી કાર્ડ, સરકારી જમીનમાં દબાણ મુદ્દે ચર્ચા
રાજ્યના મહેસુલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડો. જયંતિ રવિ ગત સાંજે રાજકોટ આવી પહોંચ્યા હતા. અને સર્કિટ હાઉસ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું. અંદાજિત અડધો કલાક જેવું રોકાણ કર્યા બાદ તેઓ જામનગર ખાતે જવા માટે નીકળી ગયા હતા.
ડો જયંતિ રવિ દ્વારા રેવન્યુ વિભાગના અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી. તેમની આ ટૂંકી બેઠકમાં કેન્દ્ર સરકારની સ્વામિત્વ યોજના અંતર્ગત ગામડાઓમાં ગામતળની જમીનના પ્રોપર્ટી કાર્ડ કાઢી આપવામાં કયા પ્રકારની મુશ્કેલી પડી રહી છે તે અંગે ચર્ચા કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બેઠકમાં કલેકટરના ચાર્જમાં રહેલા મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત એડિશનલ કલેકટરની સાથે મામલતદાર અને પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સૂત્રોમાંથી માહિતી મળી રહે છે તે પ્રમાણે જિલ્લામાં રહેલા સરકારે જમીન પર દબાણ ની કામગીરી પણ ઝડપીથી આગળ વધારવા માટે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી અને સરકારી જમીન પર રહેલા દબાણ તાત્કાલિક નોટિસો આપી અને વહેલી તકે દૂર કરવાની પણ જણાવ્યું હતું.