For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૂપાલાના દર્દની દવા કરતા ડો.ભરત બોઘરા

05:06 PM Mar 11, 2024 IST | Bhumika
રૂપાલાના દર્દની દવા કરતા ડો ભરત બોઘરા

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાને ત્રંબા ખાતે યોજાયેલ ભાજપના કાર્યક્રમ સમયે તલવાર વાગી જતા આંગળીમાંથી લોહી વહેવા માંડયુ હતું. પરિણામે સ્ટેજ ઉપર જ હાજર ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ રૂપાલાની પાટા-પિંડી કરી આપી હતી. ત્રંબા ખાતેના કાર્યક્રમમાં પરસોતમભાઇ રૂપાલાનું તલવાર આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પરસોતમભાઇએ તલવાર મ્યાનમાંથી કાઢી પરત મ્યાનમાં નાખવા જતા હતા ત્યારે જમણા હાથમાં વાગી જતા લોહી નીકળ્યું હતું. પરિણામે રૂપાલા પ્રથમ મોઢામાં આંગળી નાખી લોહી ચુસી ગયા હતા જયારે બાજુમાં જ બેઠેલા ડો.ભરત બોઘરાએ તુરત જ ઉભા થઇ સ્ટેજ ઉપર જ પાટાપીંડી કરી હતી.gujarat news

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement