For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં ફરી માવઠાનો માર: ડાંગ-ભાવનગરમાં પવન સાથે વરસાદ

12:06 PM Mar 01, 2024 IST | Bhumika
ગુજરાતમાં ફરી માવઠાનો માર  ડાંગ ભાવનગરમાં પવન સાથે વરસાદ
  • ઘોઘા અને આહવા તાલુકામાં ભારે પવન સાથે માવઠું પડતાં શિયાળા પાકને નુકસાન

કમોસમી વરસાદની આગાહી વચ્ચે મુસીબતના માવઠાનું ગુજરાતમાં આગમન થઈ ગયુ છે. ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતમાં વધારો થયો છે. આહવા તાલુકાના ધવલીદોડ અને શિવારીમાળ નજીક વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજથી 3 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. ભાવનગર જિલ્લાના ઘોઘા અને આજુબાજુના ગામોમાં ગઈ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

Advertisement

ગુરુવારે રાત્રે ભાવનગરના ઘોઘા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. શિયાળાની વિદાય સમયે જ માવઠું થતા ખેતીપાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.મોડી રાત્રે ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઘોઘા તાલુકા મોરચંદ, છાયા, રતનપર, ગુંદી, કોળિયાક, બાડી, પડવા સહિતના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાના કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે.

આજે શુક્રવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી નોંધાયું છે. સવારે પવનની ઝડપ 6 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી .જ્યારે વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 45% રહેવા પામ્યું છે.કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોયતો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી,અથવા પ્લાસ્ટિક /તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા સુચના અપાઈ છે.

Advertisement

ગુજરાતમાં હજુ ગરમી શરૂૂ થાય તે પહેલાં રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તારીખ 1થી 2 માર્ચના દિવસ હળવા વરસાદ સાથે ભારે પવન રહશે. જેમાં 1 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઇ છે.2 માર્ચના રોજ પાટણ, બનાસકાંઠા, અરવલ્લી મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ, કચ્છમાં વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી કરવામાં આવી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે

Advertisement
Tags :
Advertisement
Advertisement