For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિક્ષણથી વંચિત રહેલા બાળકોનો ઘરે-ઘરે જઇ સરવે

11:29 AM Oct 18, 2024 IST | Bhumika
શિક્ષણથી વંચિત રહેલા બાળકોનો ઘરે ઘરે જઇ સરવે
Advertisement

અભ્યાસ નહીં કરતા 6થી 19 વર્ષનાને શાળામાં પ્રવેશ અપાશે: તા.30 નવે.સુધીમાં કામગીરી પૂર્ણ કરવા આદેશ

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 6 થી 19 વર્ષની ઉંમરના બાળકોને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહેવા માટે એક વિશેષ સર્વે શરૂૂ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે કે દરેક બાળક શાળામાં દાખલ થાય અને તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે. આ અંતર્ગત, 6 થી 19 વર્ષના દરેક શાળા બહારના બાળકની ઓળખ કરવી, અને તેમને શાળાની મુખ્યધારામાં પાછા લાવવા માટે કાર્યવાહી કરવી એ મુખ્ય લક્ષ્ય છે. આ સર્વે 10મી ઓક્ટોબરથી શરૂૂ થઈ ગયો છે અને 30મી નવેમ્બર, 2024 સુધીમાં પૂર્ણ થશે.

Advertisement

શાળા બહારના બાળકોની ઓળખ માટે દરેક જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ગામડાઓ, નગરપાલિકા, અને મહાનગર વિસ્તારોમાં આ સર્વે હાથ ધરાયો છે. સરકારી શિક્ષકો, બીઆરસી અને ટીઆરપી સહિતના અધિકારીઓએ શાળા બહારના બાળકોની માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂૂ કરી છે. આ જાણકારીનું વ્યાપક પ્રમાણમાં એકત્રિત કરવા માટે દરેક વિસ્તારના મુખ્ય પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સર્વે યોજાયો છે.

સર્વે અંતર્ગત બાળકોના ઘરોની મુલાકાત લઈને તેઓ શાળામાં છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે. જો તેઓ શાળામાં નથી તો તેમને તાત્કાલિક રીતે નજીકની શાળામાં દાખલ કરવામાં આવશે. 7મી નવેમ્બરથી 16મી નવેમ્બર સુધીમાં તમામ વિસ્તારમાંથી એકત્ર કરાયેલ આંકડાની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ, 18મી નવેમ્બરથી 30મી નવેમ્બર સુધી રાજ્યના બાળકોની એન્ટ્રી કેન્દ્ર સરકારના પ્રબંધ પોર્ટલ અને રાજ્ય કક્ષાના ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં નોંધવામાં આવશે. સર્વેમાં ઓળખાયેલા બાળકોને શિક્ષણની પ્રવૃત્તિઓમાં જોડવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે, જેમાં શાળામાં નામાંકન કરવું અને બાળકોને શિક્ષણના વિવિધ સ્તરે પુનર્વસિત કરવાનો સમાવેશ છે. શાળા બહારના બાળકોને પાછા લાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ, ક્ધયા કેળવણી અને અન્ય શૈક્ષણિક અભિયાનો ચાલી રહ્યા છે.

તકેદારી રાખવા અધિકારીઓને સૂચના
આ સમગ્ર પ્રક્રિયામાં કોઈપણ ભૂલન થાય તેની ખાતરી કરવા માટે, પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સર્વેની કામગીરીની દેખરેખમાં ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યમાં કોઈ ચૂકન થાય તે માટે દરેક વિભાગને સમયસર કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement