ચાંદીપુરા વાઇરસ સામે કોર્પોરેશન તંત્ર દ્વારા ડોર ટુ ડોર સરવે
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં 1346 ઘરમાં ચકાસણી, 47 સ્થળેથી ડેન્ગ્યુના પોરા મળી આવ્યા
ચાંદીપુરા વાઈરસે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસની ઝપેટમાં ખાસ કરીને બાળકો હોવાથી સરકારે પણ ચાંદીપુરા વાયરસ વિરુદ્ધ અનેક પ્રકારના સાવચેતીના પગલાએ લીધા છે. જે અંતર્ગત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પણ ચાંદીપુરા વાયરસ અંતર્ગત ડોર ટુ ડોર ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં 8 ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ આવતા તમામના સેમ્પલ ગાંધીનગર ખાતે લેબમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવેલ 8 પૈકી પાંચ દર્દીનો રિપોર્ટ નેગેટીવ અને એક 8 વર્ષની બાળકીનો પોઝેટીવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે બે રિપોર્ટ પેન્ડીંગ રહ્યાનું જાણવા મળ્યું છે. આથી આરોગ્ય વિભાગે 1346 ઘરોમાં સર્વે કરતા 47 સ્થળેથી ડેંગ્યુના એડિસ મચ્છરોના પોરા મળી આવ્યા હતાં.
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસ અંતર્ગત અલગ અલગ વિસ્તારોના ઘરોમાં ચકાસણી હાથ ધરી હતી. જેમાં ચાંદીપુરાના 8 શંકાસ્પદ કેસ લાગતા તમામના સેમ્પલ પરિક્ષણ અર્થે ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા હતાં. જે પૈકી 5 દર્દીના રિપોર્ટ નેગેટીવ તેમજ એક દર્દીનો રિપોર્ટ પોઝેટીવ આવેલ છે. જ્યારે અન્ય બે દર્દીના રિપોર્ટ પેન્ડીંગ હોવાથી આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર કામગીરી વધુ તેજ બનાવી શંકાસ્પદ ચાંદીપુરાના કેસ આવેલા છે. તેવા દર્દીઓના રહેણાક વિસ્તારોમાં ડોર ટુ ડોર ચકાસણી હાથ ધરી હતી. અને 47 સ્થળેથી ડેંગ્યુ ફેલાવતા એડીસ મચ્છરોના પોરા મળી આવતા તેનો નાશ કરી 3821 ઘરમાં મેલેથિઓન ડસ્ટીંગ કર્યુ હતું.
આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારમાં કુલ 1346 જેટલા ઘરોમાં સર્વે કરવામાં આવેલ છે જેમાં કુલ 7632 જેટલી વસ્તી આવરી લેવામાં આવેલ છે.
સર્વે દરમ્યાન કુલ 16 જેટલા તાવના કેસ જોવા મળેલ જે તમામને સ્થળ પર જ સારવાર આપવામાં આવેલ છે તેમજ અન્ય કોઈ ચાંદીપુરાના લક્ષણો ધરવતા કેસ જોવા મળેલ નથી. સર્વેની કામગીરી દરમ્યાન 3821 જેટલા ઘરોમાં મેલેથીઓન ડસ્ટીંગ કરેલ છે. કુલ 22 જેટલા ઘરોમાં મચ્છરના પોરા જોવા મળેલ તેમજ 208 ઘરમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ છે. સર્વેમાં 1824 જેટલા પાત્રોની તપાસ કરવામાં આવેલ જે પૈકી 25 જેટલા પાત્રોમાં પોરા મળી આવેલ જેમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે. 391 જેટલા ઘરોમાં સોર્સ રીડકશનની કામગીરી કરવામાં આવેલ છે. 130 ઘરોના 341 રૂૂમમાં ફોકલ સ્પ્રે (આઈઆરએસ)ની કામગીરી કરવામાં આવેલ હતી.
ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓની વિગત
બે વર્ષનો બાળક રણછોડનગર વિસ્તાર રિપોર્ટ-નેગેટીવ
4 વર્ષીય બાળકી રૈયારોડ વિસ્તાર રિપોર્ટ-નેગેટીવ
8 વર્ષીય બાળકી રૈયારોડ વિસ્તાર રિપોર્ટ-પોઝીટીવ
6 વર્ષીય બાળકી મવડી વિસ્તાર રિપોર્ટ-નેગેટીવ
4 મહિનાનો બાળક કોઠારિયા રોડ રિપોર્ટ-નેગેટીવ
12 વર્ષીય બાળકી મોટામૌવા વિસ્તાર રિપોર્ટ-નેગેટીવ
3 વર્ષીય બાળક મોરબી રોડ રિપોર્ટ-પેન્ડીંગ
4 વર્ષીય બાળક કાલાવડ રોડ રિપોર્ટ-પેન્ડીંગ