રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માવઠું કેડો નહીં મૂકે, હજુ બે રાઉન્ડ આવશે

12:10 PM Mar 04, 2024 IST | admin
Advertisement

ગુજરાતમાં ત્રણ દિવસ માવઠા સાથે કાતીલ ઠંડીનો રાઉન્ડ પણ શરૂ થયો હતો અને આજથી માવઠાનો માહોલ વિખેરાયો છે ત્યાં માઠવાના ત્રીજા રાઉન્ડની આગાહી આવી ગઇ છે.ગુજરાતમાં કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ આવવાનો છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. એટલું જ નહિ, માર્ચના ત્રીજા રાઉન્ડમાં 14 થી 20 માર્ચે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે.
ગઈ કાલે રાજ્યમાં પડેલા માવઠા બાદ આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આજે રાજ્યમાં ભારે પવન સાથે ઠંડી અનુભવાશે. જોકે, આજથી લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થશે. આગામી 24 કલાક સુધી ઠંડીનો ચમકારો ઓછો થશે.

Advertisement

આ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, હવે કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહીં પડે. પરંતું 5 માર્ચથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂૂ થશે.આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં શિવરાત્રિ નજીક પણ ઠંડા પવન ફૂંકાશે. 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. આ સમયે ઠંડા પવનો ફંકાવાની સાથે વધારા સાથે અંધારિયું વાતાવરણ ઉભું થવાની શક્યતા છે. એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 થી 20 માર્ચે પણ વાદળવાયુ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે. 21 માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે. વરુણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે.

અંબાલાલ પટેલનું કહેવુ છે કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે,1 માર્ચથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે.

Tags :
gujaratgujarat newsunseasonal rain
Advertisement
Next Article
Advertisement