ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સત્તાધિશો ઉપર ભરોસો નૈ કે ? રાજકોટના રસ્તાઓની ચકાસણી કરશે સરકાર

03:52 PM Nov 15, 2025 IST | admin
Advertisement

રાજકોટ-ભાવનગર-વડોદરા અને સુરત મહાનગરપાકિલાએ બનાવેલા રોડ-રસ્તાઓના કામોની ગુણવતા ચકાસવા ચાર-ચાર ઇજનેરોની ટીમ બનાવાઇ

Advertisement

સમગ્ર રિપોર્ટ તૈયાર કરી અગ્રસચિવને સુપ્રત કરશે, રોડ-રસ્તા બિસ્કિટની જેમ તૂટી જતા હોવાની વ્યાપક ફરિયાદો બાદ સીએમઓ એકશન મોડમાં

રાજ્યમાં ચોમાસા દરમિયાન રોડ-રસ્તાઓ તૂટવાની ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બનાવોમાં વધારો થયા બાદ સ્થાનિક લેવલે કામગીરી શરૂ કરવામાં આવી હતી. ચારેય તરફથી લોકોની ફરિયાદો ઉઠતા નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મુખ્યમંત્રીના આદેશ બાદ પેચવર્ક અને પેવર કામનો પ્રારંભ કરવામાં આવેલ જે દરમિયાન માવઠાઓ વરસતા ફરી વખત રોડ તૂટી જતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને કામની ગુણવતા નબળી હોવાની ચર્ચા જાગતા અંતે મુખ્યમંત્રી ગઇકાલે આ મુદ્દે બેઠક યોજી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં તૂટેલા રોડ રસ્તાની ચકાસણી માટે વિશેષ ટીમની રચના કરવામાં આવતા રાજકોટ મનપાએ કરેલ કામગીરી પણ હવે શંકાસ્પદ લાગવા માંડી છે અને સત્તાધિશો પણ ભરોશો ના હોય તેમ સરકારે ઇજનેરોની ટીમ ઉતરવાની ફરજ પડી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૂટેલા રોડ રસ્તાઓ રીપેર કરવાની કામગીરી લોકોના ઉહાપા બાદ તુરંત ચાલુ કરી દીધી હતી. જેમાં મુખ્યત્વે ડિઆઇ પાઇપ માટે ખોદવામાં આવેલ ચરેડાઓ અને રોડ તૂટી ગયા હોય ત્યા પેચવર્ક કામ શરૂ કરવામાં આવેલ. તે દરમિયાન વરસાદી ઝાપટાઓ ચાલુ રહેતા તાજા કરેલા પેચવર્ક અને રોડ તૂટી જવા લાગેલ જેની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચતા સીએમઓ એકશન મોડમાં આવેલ અને મુખ્યમંત્રીએ રોડ રસ્તાની ગુણવતા મુદ્દે મીટિંગ યોજી દરેક મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના તૂટેલા તેમજ નવા રોડ રસ્તાની ચકાસણી કરવા માટે ચાર -ચાર ઇજનેરીની ટીમ બનાવી રીપોર્ટ અગ્રસચિવને સોંપવાના આદેશ કરતા હવે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ અનેક રોડ રસ્તાઓની પોલ ખુલે તેવુ લાગી રહ્યુ છે.

મનપાના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ રાજકોટ શહેરમાં વર્ષોથી અમૂક ખાસ એજન્સી દ્વારા રોડ રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. ગેંરેટી વાળા રોડને બાદ કરતા મોટા ભાગના રોડ દર ચોમાસે તૂટી જાય તેવા બનાવવામાં આવી રહ્યા છે. છતાં એજન્સીઓને નોટીસ આપી થાબળભાણા કરવામાં આવી રહ્યા છે. આજ સુધી એક પણ રોડ બનાવતી એજન્સી બ્લેકલિસ્ટ કરવામાં આવી નથી. જેની સામે ચોમાસા દરમિયાન મુખ્યમંત્રીએ આદેશ કરેલ કે નબળા કામ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરો છતા ત્યારબાદ થયેલા અનેક કામો નબળા હોવાનું જોવા મળી રહ્યુ છે. છતા આજ સુધી અમૂક ખાસ માનીતી એજન્સીઓનો વાળ વાકો પણ થયો નથી. જે સૂચવે છે કે, રોડના કામમાં પણ અમૂકની મીલીભગત છે. આથી જયારે સરકારે કમિટિની નિમણુંક સાથે દરેક શહેરમાં વિશેષ ટીમ દ્વારા ચકાસણીના આદેશ આપ્યા છે. જેથી રીપોર્ટમાં રાજકોટમાં થયેલ રોડના કામોનુ ભોપાળુ છતુ થાય તેવી સંભાવના જોવાઇ રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા ઘણા સમયથી ઇન્ચાર્જથી ચલાવવામાં આવી રહ્યું છે અને જવાબદાર તમામ મુખ્ય અધિકારીઓ ઉપર અલગ અલગ વિભાગની જવાબદારી ઢોળવામાં આવેલ હોય કામનુ ભારણ વધી જાય ત્યારે દરેક કામમાં ધ્યાન આપી ન શકાય તે સ્વભાવીક છે.

પરંતુ વોર્ડ વાઇઝ લોકોએ ચૂટેલા કોર્પોરેટરો અને તમામ સત્તાનુ સુકાન હાથમાં લઇને બેઠેલા પદાધિકારીઓ પણ નિષ્કીય થઇ ગયા હોય તેમ લોકોના કામો થતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ટીઆરપી ગેમઝોન દૂર્ઘટનામાં તપાસમાં અધિકારીઓને સસ્પેન્ડ કરવાનું પગલુ ભરવામાં આવેલ તે રીતે રોડ રસ્તાના કામમાં બેદરકારી કે, નબળી ગુણવતા બહાર આવે ત્યારે અધિકારીઓની સાથોસાથ પદાધિકારીઓ સહિતનાઓ ઉપર પગલા લેવાશે કે કેમ ? તે અંગે પણ ભારે ચર્ચા જાગી છે. હાલ તંત્રના સહયોગથી રાજ્ય સરકારની ટીમ દ્વારા ચકાસણી કામ શરૂ કરવામાં આવેલ રીપોર્ટ જાહેર થયા બાદ વધુ જાણવા મળશે.

ક્વોલિટી રોડ બનશે : તુષાર સુમેરા
રાજ્ય સરકારે રોડ રસ્તાની ક્વોલિટી ચેક કરવા માટે વિશેષ ટીમોની રચના કરી દરેક મહાનગરપાલિકાઓમાં ચકાસણીનું કામ સોંપવામાં આવ્યુ છે. જેના લીધે દરેક મહાનગરપાલિકાઓ દોડતી થઇ ગઇ છે અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા પણ આજ સવારથી ફીલ્ડમાં નિકળી ગયા હતા અને અલગ અલગ સ્થળોએ ચાલતા રોડના કામોનુ નિરીક્ષણ કરી જણાવેલ કે, રાજકોટમાં આ વખતે ત્રણ ગણુ રોડનુ કામ એક સાથે શરૂ કરવામાં આવ્યુ છે અને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામ ચાલતુ હોય ક્વોલિટી રોડ બનાવવામાં આવશે.

નગરપાલિકાઓ અને અન્ય મહાપાલિકાઓમાં પણ ચેકિંગ થશે
ચોમાસા બાદ તૂટેલા રોડ રસ્તા મુદ્દે ભારે ઉહાપો બોલ્યા બાદ રાજ્ય સરકાર એકશનમાં આવી હતી અને ચોમાસા બાદ મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ યોજી તમામ મ્યુનિ.કમિશનરોને તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવામાં જેથી તમામ મહાનગરપાલિકાઓમાં પેચવર્ક અને પેવર કામ શરૂ કરવામાં આવેલ છતા દિવાળી સુધી થયેલા માવઠાએ નવા રોડ રસ્તાઓ કચ્ચરધાણ બોલાવી દેતા રોડ રસ્તાના કામોની ગુણવતા નબળી હોવાની ચર્ચા જાગેલ અને મુખ્યમંત્રીએ નોંધ લઇ આ મુદ્દે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાના કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠકનુ આયોજન કર્યુુ હતું. આ બેઠકમાં લેવામાં આવેલ નિર્ણય અનુસાર, રાજ્યમાં ચોમાસા દરમિયાન ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ હેઠળ બનાવાયેલા કેટલાક રસ્તાઓમાં થયેલ નુકસાનની સમીક્ષા કરવા માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્ય સ્તરની વિશેષ ટીમની રચના કરવામાં આવી છે જેમાં રાજ્યની ભાવનગર, રાજકોટ, વડોદરા અને સુરત જેવી 4(ચાર) મહાનગરપાલિકાઓના રોડની કામગીરીની ચકાસણી કરવા નીચે મુજબ અધિક્ષક ઈજનેરઓના નેતૃત્વ હેઠળ 4(ચાર) વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે અને આગામી સમયમાં પ્રાદેશીક કમિશનરોની કચેરીઓ મારફતે નગરપાલિકાઓના વિસ્તારોમાં કરવામાં આવેલ રસ્તા મરમતના કામોના ક્રોસ વેરીફીકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે અને માર્ગોની ગુણવતા તેમજ કામગીરીન સમીક્ષા કર્યા બાદ રીપોર્ટ તૈયાર કરાશે.

ટકાવારી કે ભાગબટાઈથી બનેલા રસ્તાના ભોપાળા ખૂલશે તો પદાધિકારીઓની ટિકિટ કપાશે ?
રાજ્ય સરકારે રાજકોટ સહિત ચાર મહાનગરોમાં બનેલા રસ્તાઓની ચકાસણી માટે અચાનક જ ચાર ચાર ઈજનેરોની ટીમ બનાવી છે ત્યારે ચારેય મહાનગરપાલિકાઓમાં ભાજપનું જ શાસન હોય, સ્થાનિક પદાધિકારીઓએ ટકાવારી કે કોન્ટ્રાકટરો સાથે ભાગબટાઈ કરીને બનાવેલા રસ્તાઓની ચકાસણીમાં ભ્રષ્ટાચારના પોપડા બહાર આવવાની પુરી શકયતા છે. ભાજપના ટોચના સુત્રોનું કહેવું છે કે, સરકારે નિમેલી ઈજનેરોની ટીમ રોડ રસ્તાના કામોની ચકાસણી કરી અગ્ર સચિવ મારફત રિપોર્ટ સીધો જ મુખ્યમંત્રી કાર્યાલયમાં રજુ કરનાર છે, ત્યારે જે મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તાના કામોનાં રિપોર્ટ નબળા આવશે તે મહાનગરપાલિકાઓના જવાબદાર હોદ્દેદારોના પ્રથમ ખુલાસા પુછવામાં આવશે અને આગામી ચૂંટણીમાં ટિકીટ કાપવા સુધીના આકરા પગલાં પાર્ટી દ્વારા ભરવામાં આવે તેવી પુરી શકયતા છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement