For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોશિયલ મીડિયામાં નિવેદન કરી પક્ષની છબી ન ખરડો

03:52 PM Jun 09, 2025 IST | Bhumika
સોશિયલ મીડિયામાં નિવેદન કરી પક્ષની છબી ન ખરડો

ગુજરાતમાં બે પેટાચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે. આવામાં કોંગ્રેસમાં આંતરિક નારાજગીથી મામલો ગૂંચવાયો છે. ત્યારે નેતાઓની નારાજગી મુદ્દે કોંગ્રેસ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. પ્રભારી મુકુલ વાસનિકે નેતાઓને સૂચના આપી કે, નારાજગી હોય તો પક્ષના ફલક પર નારાજગી વ્યક્ત કરો. સોશિયલ મીડિયા પર લખાણ લખી પક્ષની છબીને ના ખરડો. સાથે જ જિગ્નેશ મેવાણીના બેફામ નિવેદનબાજીને લઈ પ્રભારીએ તમામ નેતાઓને ચેતવણી આપી છે. તેમણે દલિત અત્યાચાર મામલે ગુજરાત કોંગ્રેસના વલણથી જીગ્નેશ મેવાણીએ નારાજગી વ્યક્ત કરી હતી.

Advertisement

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસ કોર કમિટી, SC-ST અને માઇનોરિટી સેલની બેઠક મળી હતી. પેટાચૂંટણીની તૈયારીઓ અને જવાબદારીઓ અંગે પ્રભારીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું. કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અંગે ચર્ચા કરાઈ હતી. બંને પેટાચૂંટણીમાં જિલ્લા પંચાયતની બેઠકદીઠ જવાબદારી અપાશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement