ના ડર બતાવો મને આફતોનો, હું ખાખીનો ધરનાર છું! આ કડક વ્યક્તિની આડમાં, હું લાગણીની બોછાર છું!
‘ન હારે કભી, ન થાકે કભી’- ગુજરાત પોલીસના નરબંકાઓએ દિવસ-રાત-પરિવાર જોયા વગર સહાનુભૂતિ સાથે સેવા-સુરક્ષાની મિશાલ પૂરી પાડી
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાથી માંડીને રાહત કાર્ય દરમિયાન એક રંગ ખાખીનો છે. સહાનુભૂતિની સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવીને શહેર પોલીસે એક મિસાલ કાયમ કરી છે. મેઘાણીનગરના બી. જે. મેડિકલ કોલેજ હોસ્ટેલ અને કેન્ટીનમાં 12 જૂનની બપોરે એર ઈન્ડિયાનું વિમાન એકાએક ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અનેક પેસેન્જરો, ક્રૂ મેમ્બર અને પાયલટ સહિત અનેક લોકોનાં કરૂૂણ મોત નિપજ્યાં હતા. સાથે જ કેન્ટીનમાં બપોરે જમવા આવેલા ડોક્ટરોના પણ મોત નિપજ્યાં હતા. મામલની ગંભીરતાને જોતા જ અમદાવાદ શહેર પોલીસ અને ફાયર વિભાગે મોરચો સંભાળી લીધો હતો. છેલ્લા ચાર દિવસથી રાતદિવસ ફરજ પર હાજર રહેનારા પોલીસ કર્મીઓએ પોતાના અંગત જીવન ભૂલીને ફરજ પર હાજર રહી પીડિતો અને નાગરિકોને પોલીસના એક અલગ ચહેરાનો અનુભવ કરાવ્યો છે.
એક અધિકારીએ કોરોનાગ્રસ્ત દીકરી સાથે રહેવાને બદલે અનેક પરિવારજનોની સેવામાં આ ચાર દિવસ પસાર કરીને ખરા અર્થમાં સેવા સુરક્ષાની મિસાલ પૂરી પાડી છે. જ્યારે કેટલાક અધિકારીઓએ પોતાનો કે પરિવારના સભ્યનો જન્મદિવસ પણ ન ઉજવીને ખાખીની ખુમારી બતાવી છે. અનેક અધિકારીઓએ રજા રદ કરીને દિવસરાત સતત ખડેપગે સેવા આપી છે. તો એવા પણ ઘણાં અધિકારીઓ છે કે જેમણે આંખનું એક મટકું માર્યા વિના સમગ્ર કેસના તપાસના કાગળો અને પંચનામા તથા નિવેદનોની કામગીરીમાં વ્યસ્ત રહ્યા છે.
અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં હોમગાર્ડ જવાનથી માંડીને સિનિયર હોદ્દા પર ફરજ બજાવતા ઈંઙજ અધિકારીઓ એક થઇ ગયા હતા. ભોગ બનનાર અને પીડિતોને સહાનુભૂતિની સાથે સહકાર અને સગવડતા મળી રહે તે પ્રકારના તમામ પ્રયાસો હાથ ધરવામાં શહેર પોલીસે કોઈ કસર બાકી રાખી નથી. પ્લેન ક્રેશ થયું તે ઘટનાસ્થળ પર કાટમાળમાં દટાયેલા મૃતકોના શબને બહાર કાઢવા સુધીની તમામ પ્રક્રિયામાં શહેર પોલીસના જુનિયર લેવલથી લઈને સિનિયર કક્ષાના તમામ કર્મીઓ અને અધિકારીઓ ખરા દિલથી ફરજ નિભાવી છે ત્યારે ખાખીની ખુમારીની આ કામગીરીને ગુજરાત બિરદાવે છે.
પરિવારના સભ્યને કેન્સરની બીમારી છતાં સેવા સુરક્ષામાં સતત હાજર
શાહીબાગ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જે. ડી. ઝાલાના પરિવારના એક સભ્યને કેન્સરની બીમારી ડિટેક્ટ થઇ હતી. આ સમયે પરિવારના સભ્યોને હૂંફ, સહકાર અને સાંત્વનાની જરૂૂર હતી. અનેક પરિવારે તેમના સભ્યો ગુમાવ્યા હતા. પીઆઇ ઝાલાએ આ ઘટનાને પ્રાથમિક્તા આપીને દિવસરાત ખડેપગે રહ્યા હતા. પરિવારના સભ્યના ઓપરેશન સમયે પણ તેઓ જઇ શક્યા નહોતા.
પુત્રીના એડમિશનની કામગીરી મુલતવી રાખી
શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકના સીધા તાબામાં આવતી ઙઈઇ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર જે. પી. જાડેજા દિવસરાત પ્લેન ક્રેશની ઘટનામાં ફરજ નિભાવી રહ્યા હતા. પુત્રીના એડમિશન માટે કોલેજમાં જવું જરૂૂરી હોવા છતાં તેઓ સતત ફરજમાં રોકાયા હતા. પુત્રીના એડમિશનની કામગીરી મુલતવી રાખી હતી અને ઘટનાના પાંચમા દિવસે તેમણે આ કામગીરી પૂર્ણ કરી હતી.
જન્મદિવસની ઉજવણી ન કરીને સતત ફરજ નિભાવી
રથયાત્રાને લઇને ગત ગુરુવારે શહેર પોલીસની કોન્ફરન્સ યોજાઇ હતી ત્યારે જ પ્લેન ક્રેશની ઘટનાનો મેસેજ મળતા તમામ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ઘટનાના બીજા દિવસે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસ. એ. ગોહિલનો જન્મદિવસ હતો. તેમણે આ દુ:ખદ ઘટનાને કારણે સ્ટાફ અને પરિવારને જન્મદિવસની ઉજવણી ન કરવા જણાવ્યું હતું. PI ગોહિલે આ ઘટનાને પગલે પોતાની રજા પણ રદ કરીને ઘટના સંદર્ભે જરૂૂરી કામગીરીમાં યોગદાન આપ્યું હતું.
કોરોનાગ્રસ્ત દીકરીનો પાંચ દિવસે ચહેરો જોયો
શહેરના એક ઉઈઙ કક્ષાના અધિકારીએ સૌથી મોટી જવાબદારી નિભાવી હતી. આ અધિકારીની પુત્રીને કોરોના થયો હતો અને દીકરીની તબિયત વધુ લથડી હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. તે જ દિવસે પ્લેન ક્રેશની ઘટના બનતા તેમણે કોરોનાગ્રસ્ત દીકરીની ચિંતા રાખવાની સાથે સતત ખડેપગે રહીને ફરજ નિભાવી હતી. આ અધિકારીએ સતત અનેક કલાકો સુધી ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલમાં સુપવરવિઝન હાથ ધર્યું હતું. ઘટનાના પાંચમા દિવસે ઉચ્ચ અધિકારીઓના સહયોગથી તે હોસ્પિટલ ખાતે દીકરીની ખબર જોવા પહોંચ્યા હતા.
ડ્યૂટી પર સતત હાજર, પારિવારિક પ્રસંગમાં ગેરહાજરી
શહેરના F ડિવિઝન ACP રીના રાઠવાના ભાઇના ત્યાં પુત્રનો જન્મ થયો હતો. એકતરફ પરિવારમાં ખુશીનો માહોલ હતો. ત્યાં બીજીતરફ રીના રાઠવાને પ્લેન ક્રેશની માહિતી મળતા તાત્કાલિક ડ્યૂટી પર પહોંચ્યા હતા. રીના રાઠવાના ભાભીને મૂકવા જવાના પ્રસંગમાં પણ તેઓ જઇ શક્યા નહોતા અને તેમણે આ દુ:ખદ ઘટનામાં દિવસ રાત સેવા આપી હતી.
પારિવારિક જવાબદારી મોકૂફ રાખી
ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઇ પી. એન. ઝીંઝુવાડિયાનો પરિવાર ધાંગધ્રા હતો, પરંતુ આ ઘટનામાં અનુભવી અધિકારીઓની જરૂૂર હોવાથી તે 24 કલાક સુધી પોસ્ટમોર્ટમ રૂૂમ પર ખડેપગે રહ્યા હતા. પીઆઇ ઝીંઝુવાડિયાએ VVIP મુવમેન્ટની સાથે મૃતદેહો પરિવારજનોને સોંપવાની કામગીરી કરી હતી. આ દરમિયાનમાં પરિવારને લેવા જવાનું મોકૂફ રાખીને કામગીરીને પ્રાધાન્ય આપ્યું હતું.
પરિવારજનના જન્મદિવસે સતત ફરજ પર રહ્યા
શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર એમ. ડી. ચંદ્રવાડિયાએ સિવિલમાં પીએમ રૂૂમ પર દસ્તાવેજી કામ માટે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી હતી. ઘટનાના બીજા દિવસે પત્નીનો જન્મદિવસ હોવા છતાં તેમણે આ કામગીરીને પ્રાથમિકતા આપીને તેમાં રોકાયા હતા અને પરિવારના સભ્ય સાથે ઉજવણી કરવાનું ટાળ્યું હતું.
મરણ પ્રસંગમાં ન જઇ શક્યા
જી ડિવિઝનના ACP વી. એન. યાદવના પરિવારમાં નજીકના સભ્યનું દુ:ખદ અવસાન થયું હતું. બીજી બાજુ પ્લેન ક્રેશની ઘટનામાં અનેક લોકોનાં મોત થયા હોવાથી તેમણે પરિવારના સભ્યના દુ:ખદ પ્રસંગમાં ન જઇને નિષ્ઠાથી ફરજ નિભાવી હતી.
અનેક અધિકારીઓએ રજા રદ કરી, કેટલાક રજા પરથી પરત આવ્યા
ટ્રાફિક JCP નરેન્દ્ર ચૌધરી, આઈ ડિવિઝન ACP કૃણાલ દેસાઇ, જે ડિવિઝન ACP પ્રદિપસિંહ જાડેજા અને ઝોન-7 DCP શિવમ વર્મા સહિતના અધિકારીઓ રજા રદ કરીને સતત ફરજમાં હાજર રહ્યા હતા. સેક્ટર-1 JCP નીરજકુમાર બડગુજર અને સેક્ટર-2 JCP જયપાલસિંહ રાઠોડ ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલમાં તમામ અધિકારીઓને જવાબદારી સોંપવાથી માંડીને તમામ કામગીરી પૂર્ણ કરી હતી. એક અધિકારી તો બે દિવસમાં માત્ર એક વખત યુનિફોર્મ બદલવા ઘરે ગયા હતા અને સતત પરિવારજનોથી દૂર રહ્યા હતા. જ્યારે JCP જયપાલસિંહ રાઠોડે વતન રાજસ્થાન જવાનું રદ કરીને ફરજ નિભાવી હતી. જ્યારે નરોડા ઙઈં પી. વી. ગોહિલ અને મેઘાણીનગર ઙઈં ડી. બી. બસીયાએ પણ 72 કલાક સુધી આંખનું મટકુ ન મારીને સતત કામગીરીમાં જોડાયેલા રહ્યા.
તમામ રસ્તાઓ, સ્પોટ પર સ્ટાફ ગોઠવી અડચણ ઊભી ન થવા દીધી
ઘટનાના દિવસે મોટી સંખ્યામાં લોકોના ટોળા હતા. ફાયરબ્રિગેડના વાહનો અને 108 તથા શબવાહિની તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ પહોંચે તે જરૂૂરી હતું. જેથી ટ્રાફિક DCP સફીન હસને રક્ષાશક્તિ યુનિ. સર્કલ, FSL ચાર રસ્તા પર ખૂબ જ ટ્રાફિક થતાં એડમિન DCPની મદદથી તાત્કાલિક 100 માણસો અને બેરિકેડ ગોઠવીને સિવિલમાં જતા વાહનોને અડચણ ન થાય તેને પ્રાથમિકતા આપીને સતત 48 કલાક કામગીરી હાથ ધરી હતી. DCP સફીન હસને ચંદીગઢ ખાતે ટ્રાફિક વિભાગ અંતર્ગત વર્કશોપ પણ રદ કર્યો હતો.
પ્રસંગમાં ઘરના મોભી તરીકે હાજર ન રહ્યા
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ચિરાગ ગોસાઇએ અન્ય અધિકારી સાથે મળીને પીએમ રૂૂમ પર મોટાભાગની કામગીરી પૂર્ણ કરી હતી. પીઆઇ ગોસાઇ પોલીસ સ્ટેશનમાં હતા અને ટિફિન ખોલ્યું ત્યાં જ પ્લેન ક્રેશનો મેસેજ મળતા તેઓ જમવાનું છોડીને તાત્કાલિક સ્થળ પર અને બાદમાં સિવિલ પહોંચ્યા હતા. પીઆઇ ગોસાઇએ મૃતકોના પરિવારજનોને સાંત્વના આપીને ત્રણ દિવસ સુધી પીએમ રૂૂમ પર હાજર રહીને મૃતહેદોનો ડેટા એકત્ર કર્યો હતો. 230 મૃતકના સંબંધીઓની વિગતો એકઠી કરીને ડીએનએ સેમ્પલ લેવાની કામગીરીમાં મદદરૂૂપ થયા હતા. તેમના પિતરાઇ ભાઇની સગાઇના પ્રસંગમાં પરિવારના મોભી તરીકે હાજર રહેવાનું રદ કરીને સતત અનેક કલાકો સુધી ફરજ નિભાવી હતી.