કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત
શહેરના રેલનગરમાં આવાસ ટાઉનશીપમાં રહેતા યુવાને કોઈના દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં તેવી સ્યુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલી ભગીની ટાઉનશીપમાં રહેતા અક્ષય ભીમજીભાઈ સરવૈયા (ઉ.વ.24) નામના યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પ્રનગર પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોિસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસને મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, મારા મોત માટે હું જ જવાબદાર છું તેમ લખેલું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતક અક્ષય એક બહેનનો એકનો એક મોટો ભાઈ હતો તે અગાઉ સીટીબસમાં નોકરી કરતો હતો તેના પિતા રીક્ષાચાલક છે. યુવાને આ પગલું શા માટે ભરી લીધું? તે અંગે પરિવારજતો પણ અજાણ હોયપોલીસે આપઘાતનું કારણ જાણ તપાસ હાથ ધરી છે. જ્યારે એકના એકપુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.