For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મંદિરમાં આરતી કરતા નહીં, નહિતર લોહિયાળ ક્રાંતિ થશે

04:50 PM Jul 02, 2025 IST | Bhumika
મંદિરમાં આરતી કરતા નહીં  નહિતર લોહિયાળ ક્રાંતિ થશે

મનપાની વેસ્ટ ઝોન ઓફિસ નજીક આવેલા અમરનાથ મંદિરના પૂજારીને ક્ષત્રિય અગ્રણી પી. ટી. જાડેજાની ધમકી

Advertisement

150 ફૂટ રિંગ રોડ પર મનપાની વેસ્ટ ઝોન ઓફિસ તરફ જતા રોડ નજીક આવેલા અમરનાથ મહાદેવ મંદિરે સ્થાનિકો આયોજિત મહાઆરતીનું લગાવેલું બોર્ડ કાઢી નાખી, કારખાનેદાર અને મંદિરના સ્વયંસેવક જશ્મીનભાઈ ભરતભાઈ મકવાણા (ઉ.વ.44, રહે. નવજયોત પાર્ક 150 ફૂટ રીંગ રોડ)ને અવાર-નવાર ફોન કરી પ્રવિણસિંહ ટપુભા જાડેજા (રહે. સાંઈનગર સોસાયટી, જગન્નાથ ચોક પસેના પાસે) નામના શખ્સે કાલે મંદિરમાં આરતી કરતા નહીં, નહિંતર લોહિયાળ ક્રાંતિ થશે, તું તો હવે મંદિરમાં આવતો જ નહીં, તને તો હું જોઈ લઈશ, હું તલવાર લઈને ત્યાં જ બેસીશ કહી, દોઢેક માસ પહેલા ગાળો દઈ ધમકી આપ્યાની તાલુકા પોલીસ મુથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જશ્મીનભાઈએ પોલીસને જણાવ્યું કે તે મવડી પ્લોટમાંશિવ ગ્રાઈન્ડીંગ નામેકારખાનું હત્યાગનુભારખાનું ધરાવે છે. તેમજ અમરનાથ મહાદેવ મંદિરમાં 25 વર્ષથી સેવા આપે છે. મંદિરમાં દર સોમવારે મહા આરતીનું આયોજન હોય છે. જેમાં આશરે ઘણાં લોકો ભાગ લે છે. આરોપી પ્રવિણસિંહ અગાઉ મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી હતા.ગઈ તા.21-4ના સોસાયટીના રહેવાસીઓ દ્વારા મંદિરમાં મહા આરતીનું આયોજન કરાયું હતું. જે બાબતે મંદિરના -પ્રવેશદ્વાર પાસે બોર્ડ-બેનર લગાવાયું હતું. પરંતુ આરતીના એક દિવસ પહેલાં તા.ર0ના આરોપીએ ફોન કરી તેને આરતી ન કરવા ધમકાવ્યો હતો. બાદમાં રાત્રે ફરીથી કોલ કરી કાલે મંદિરમાં આરતી કરતા નહીં, નહિંતર લોહિયાળ ક્રાંતિ થશે, હું મંદિરમાં તાળું મારી દઈશ, તું તો હવે મંદિરમાં આવતો જ નહીં, તને તો હું જોઈ લઈશ, હું તલવાર લઈને ત્યાં જબેશીસ, કહી ગાળો દઈમંદિરમાં ન આવવા બાબતે ધમકી આપી હતી.

Advertisement

બીજા દિવસે તા.21ના મહાઆરતીનું બોર્ડ પણ કાઢી નાખ્યું હતું. આથી એરતીન સમયે કોઈ વિક્ષેપ ના થાય તે માટે પોલીસને બોલાવી મહા આરતી પૂર્ણ કરી હતી. બે દિવસ બાદ તા.23ના આરોપીએ ફરી તેને કોલ કરી તે દાદાગીરીથી આરતી કરી છે, હવે જોયા જેવી થશે કહી ધમકી આપી હતી.એટલું જ નહીં આરોપી અવાર-નવાર મંદિરમાં લોકો એકઠા થયા હોય ત્યાં તેનો પાલતું શ્વાન લઈ આવી લોકોને ડરાવતા હોય આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે.

પ્રમુખ પદ છીનવી ભાજપમાંથી ટિકિટ લેવા માટે કાવત્રુ ઘડાયુ છે : અક્ષિતસિંહ જાડેજા

ક્ષત્રિય અગ્રણી પી. ટી. જાડેજા દ્વારા અમરનાથ મહાદેવ બિલ્ડીંગનાં પુજારીને આરતી નહી કરવા ધમકી આપ્યાની ફરીયાદ પોલીસ મથકમા નોંધવામા આવી છે આ ઘટનામા પી. ટી. જાડેજાનાં પુત્ર અક્ષિતસિંહ જાડેજાએ આક્ષેપો સાથે મીડીયાને કહયુ હતુ કે પિતા પી. ટી. જાડેજા વિરુધ્ધ સમગ્ર કાવત્રુ ઘડાય રહયુ છે અને આ કાવત્રામા મંદિર સાથે જોડાયેલા લોકો છે. હમણા તાજેતરમા જ બંધાવેલી નવગ્રહનુ મંદિર પણ તોડી પાડવા આરોપીઓએ ધમકી આપી હતી. અને જગ્યા પચાવી પાડવા માટે પી. ટી. જાડેજા વિરુધ્ધ ફરીયાદ નોંધવામા આવી છે. જેથી પી. ટી. જાડેજાનુ પ્રમુખ પદ લઇ લેવામા આવે તેમજ પ્રમુખ પદ લઇને ભાજપમાથી ટીકીટ મેળવવામા આવે . તેવુ એક ચોકકસ ટોળકી વિચારી રહી છે. આ મામલે મંદિરનાં અદા અને ગોરાણીને પણ ધમકાવવામા આવ્યા હતા . પિતા પી. ટી. જાડેજા મંદિરનુ સંચાલન કરવામા પ્રમુખ હોય જેથી તેઓ દ્વારા ચેરીટી કમિશનરમા ઓડીટ સાથે હિસાબ રજુ કરી દેવામા આવ્યો છે. આ ફરીયાદ ખોટી રીતે નોંધવામા આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement