ઝુકેગા નહીં! પિકચર તો આજે જ જોવાનું થાય
04:21 PM Dec 05, 2024 IST | Bhumika
Advertisement
પુષ્પાની સફળતા બાદ દિગ્દર્શક સુકુમાર દ્વારા પુષ્પા-2નું નિર્માણ કરવામાં આવ્યું હતુ જે આજે રાજકોટ સહીત દેશભરના સિનેમા ઘરોમાં રિલિઝ કરવામાં આવ્યું છે. પુષ્પા-ટુની જાહેરાત થતા જ દર્શકો તેની આતુરતાથી રાહ જોતા હતા. રિલિઝના અઠવાડીયાથી એડવાન્સમાં બુકીંગ થઇ ગયા હતા. ત્યારે આજે રાજકોટના સિનેમાઘરોમાં પણ હાઉસફુલ જોવા મળ્યું હતું અને સિનેમાઘરોની બહાર દર્શકોની હકડેઠઠ ભીડ જોવા મળી હતી. જે દ્રશય જોતા એવું લાગે છે કે દર્શકો કહી રહ્યા છે કે ‘ઝુકેગા નહીં સાલા’ પિકચર તો આજે જ જોવાનું થાય છે. (તસવીર: મુકેશ રાઠોડ)
Advertisement
Advertisement