For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

11496 મત સામે અધધધ રૂપિયા 957 કરોડનું દાન

04:05 PM Nov 12, 2025 IST | admin
11496 મત સામે અધધધ રૂપિયા 957 કરોડનું દાન

Advertisement

કાળા-ધોળા કરતી રાજકીય પાર્ટીઓ પર ઇન્કમટેકસની તવાઇ દરમિયાન ચોંકાવનારા ઘટસ્ફોટ

ભારતીય નેશનલ જનતાદળ સહિતના રાજકીય પક્ષોની મોટી માયાજાળ, આઇ.ટી.નું રાજય વ્યાપી ગુપ્ત ઓપરેશન

Advertisement

ગુજરાતમાં રાજકીય દાનના નામે ટેક્સચોરી કરનારા પર થોડા મહિના પૂર્વે દરોડા પાડવામાં આવ્યા હતા. તેની તપાસ બાદ હવે દાન લેનારા પક્ષોને નિશાન બનાવાયા છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગરના ત્રણ સ્થળો સહિત ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ રાજકીય દાનના નામે કાળા-ધોળા કરનારા પર તવાઈ બોલાવાઈ છે. અગાઉ દાન દેનારાઓને ત્યાં આવકવેરા વિભાગ ત્રાટક્યું હતું. હવે દાન લેનારા નાના રાજકીય પક્ષો ને ત્યાં આયકર વિભાગ ત્રાટકયું છે. ત્યારે એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે , સંજય ગજેરાની ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીને વિધાનસભા-લોકસભાની ચૂંટણીમા કુલ 11496 મત મળ્યા હતા પરંતુ તેને ફંડ રૂ. 957 કરોડનુ મળ્યુ છે. રાજકોટના પણ બે ડઝન લોકોએ આ પાર્ટીને લાખો રૂપિયા આપ્યા છે.

ગુજરાતમાથી અબજો રૂપિયાનુ ચૂંટણી ફંડ ઉઘરાવનાર રાજકીય પાર્ટીઓએ ખર્ચ બતાવવામા પણ આંધળુકીયા કર્યા હોય તેમ પેટ્રોલ, ડીઝલ, વાહન ભાડા, પ્રવાસ, સ્ટાફની સેલેરી, કેટરીંગ, ભેટ સોગાદો તેમજ કેમ્પો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ બતાવ્યો છે. ગાંધીનગરમાં આજે વહેલી સવારથી ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ઘર-ઓફિસે પોલીસ બંદોબસ્ત સાથે IT ટીમ ત્રાટકી હતી. IT ની એક ટીમ સેકટર 26 કિસાનનગર સ્થિત તેમના ઘરે હથિયારધારી પોલીસ જવાન સાથે ઘરમાં સર્ચ કરી રહી છે. જ્યારે અન્ય ટીમો સેક્ટર 11માં મેઘ મલ્હાર ઓફિસ અને ડ્રાઇવરના ગ્રીનિસિટી ઘરે ત્રાટકી છે. હાલમાં સંજય ગજેરાના ઘરે IT ની ટીમ દસ્તાવેજો, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવા ચકાસી રહી છે.

અમદાવાદમાં ડઝનથી વધુ સ્થળોએ ઈન્કમટેકસ દ્વારા ઓપરેશન કરાયું છે તેમાં આવા પક્ષો સાથે સંકળાયેલા આગેવાનો નિશાન બન્યા છે. આવકવેરા વિભાગનાં સુત્રોએ કહ્યું કે, અમદાવાદ ઉપરાંત, સુરત, વડોદરા, રાજકોટ, સહિતનાં શહેરોમાંથી અધિકારીઓની ટીમોને દરોડામાં સામેલ કરવામાં આવી છે.આ રેડમાં કરોડોના નાણાકીય વ્યવહારો તથા ટેકસ ચોરીનો ખુલાસો થઈ શકે છે. ચેકથી દાનનાં નામે મોટી રકમ મેળવ્યા બાદ કમિશન કાપીને રોકડ પરત કરીને ટેકસ ચોરીની આ મોડસ ઓપરેન્ડી છે.

ગુજરાતનાં અમદાવાદ, ગાંધીનગર, ઉપરાંત સૌરાષ્ટ્રનાં પણ જૂનાગઢ જેવા શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જોકે વિભાગ તરફથી કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. આ કાર્યવાહીના પગલે રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ સર્જાયો છે.

રાજકીય દાનના નામે કરચોરીનાં મોટા ખેલ થતા હોવાનું ધ્યાને આવ્યુ હતું જેના પગલે ચૂંટણી પંચે તાજેતરમાં આવા પક્ષોની ઝાટકણી કાઢી હતી અને અમાન્ય જાહેર કર્યા હતા. નાની દુકાન કે ઓફિસમાં ચલાવતા આવા પક્ષો દ્વારા રાજકીય દાનના નામે કરચોરીનાં મોટા ખેલ થતા હોવાનું ધ્યાને આવ્યુ હતું.

ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ઘર-ઓફિસે પડેલી IT રેડ અંગે સૂત્રોએ જણાવ્યું કે, પાર્ટીના મૂળ સ્થાપક વિઠ્ઠલ ગજેરા છે. જેઓનું કોરોના દરમિયાન અવસાન થતાં પાર્ટીનું સમગ્ર સંચાલન સંજય ગજેરાના હાથમાં આવ્યું હતું. જે બાદ સંજય ગજેરાએ આખું નેટવર્ક ઊભું કર્યું હતું. એક સમયે સંજય ગજેરાને ફ્રન્ટી ગાડી લેવાના પણ ફાંફા હતા. ત્યારે આ વર્ષે જ તેની પાસે MG gloster ગાડી અને હાર્લી ડેવિસન બાઇક પણ છે. સંજય ગજેરાના ડ્રાઈવર રોનકસિંહના મોબાઇલમાંથી પણ કેટલાક મહત્વના પુરાવા IT ને હાથ લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે સંજય ગજેરાની પાર્ટી ભારતીય નેશનલ જનતા દળ 2022 ગુજરાત વિધાનસભા અને લોકસભા 2024ની ચૂંટણી લડી હતી. જેમાં પાર્ટીના કુલ 8 ઉમેદવારને 11,496 મત મળ્યા હતા અને 957 કરોડનું દાન મળ્યું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિઠ્ઠલ ગજેરા મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી છે. ગાંધીનગર આવીને શરૂૂમાં તેમણે ખાદ્ય તેલનો ધંધો શરૂૂ કર્યો હતો. વર્ષોથી તેમની ઓફિસ કે દુકાન ગણો એ સેકટર 24 મેઈન શોપિંગમાં હતી. બાદમાં તેમણે સેકટર 24માં જ ગેરકાયદેસર રીતે સોલવંટનો ધંધો શરૂૂ કર્યો હતો. જે મામલે પોલીસ કેસ પણ થયેલા છે. તો એક ગુનામાં પાસા પણ થઈ હતી.

બાદમાં વિઠ્ઠલ ગજેરાને રાજ્કીય મહેચ્છા જાગૃત થઈ હતી અને તેમનો સંપર્ક ભારતીય નેશનલ જનતા દળ પાર્ટી સાથે થયો હતો. અને કોઈ રીતે વિઠ્ઠલ ગજેરા રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા હતા. જેમણે ગાંધીનગર સહિત ગુજરાતમાં પાર્ટીનો પાયો નાંખ્યો હતો. જોકે કોરોનાકાળમાં વિઠ્ઠલ ગજેરાનું મોત થતાં પાર્ટીની કમાન તેમના દીકરા સંજય ગજેરાના હાથમાં આવી ગઈ હતી. જે બહુ ભણેલો નથી. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીનાં નામે આવેલી કરોડોની આવક હવાલા મારફતે મોકલી દેવામાં આવતી હતી. જેની અમુક ટકાવારી સંજય ગજેરાને મળતી હતી.

પક્ષો દ્વારા મોટા ભાગના રૂૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે પરંતુ તેમના કોઇ ઉમેદવાર જીત્યા નથી. બિહાર, હરિયાણાની 2-2 પક્ષોની આવક 300 કરોડ 2019-20થી 2023-24 દરમિયાન સૌથી વધુ આવક ધરાવતા ટોપ-10 રજીસ્ટર્ડ અનરેકગ્નાઇઝ્ડ પક્ષોમાં ગુજરાતના ઉપરોક્ત પાંચ ઉપરાંત બિહાર-હરિયાણાના 2-2 અને દિલ્હીના 1 પક્ષ સામેલ છે. બિહારના આમ જનમત પક્ષ 220 કરોડ, પ્રબળ ભારત પક્ષ 104 કરોડ, હરિયાણામાં રાષ્ટ્રીય વિકાસ પક્ષ 208 કરોડ, જન સેવક ક્રાંતિ પક્ષ 100 કરોડ અને દિલ્હીમાં પબ્લિક પોલિટિકલ પાર્ટીની આવક 66 કરોડ છે. ગુજરાતમાં રજીસ્ટર્ડ થયેલા અજાણ્યા 10 રાજકીય પક્ષોને 2019-20થી 2023-24 દરમિયાન 4300 કરોડનું દાન મળ્યું છે.

ચૂંટણી પંચના ક્ધટ્રીબ્યુશન રિપોર્ટ મુજબ, આ પક્ષોને કેરળથી કાશ્મીર, પોરબંદરથી ત્રિપુરા સહિત 23 રાજ્યોથી દાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં 2019, 2024 લોકસભા અને 2022 વિધાનસભા ચૂંટણીમાં આ પક્ષોએ કુલ 43 ઉમેદવાર ઊભા રાખ્યા અને તેમને કુલ 54,069 મત મળ્યા હતા. ચૂંટણી પંચમાં જમા કરાવેલ રિપોર્ટ મુજબ, ચૂંટણીમાં કુલ 39.02 લાખ ખર્ચ દર્શાવ્યો છે.5 વર્ષ દરમિયાન આ પક્ષોએ ઓડિટ રિપોર્ટમાં 352.13 કરોડનો ખર્ચ ચૂંટણી માટે દર્શાવ્યો છે. તેમાં ભારતીયે જન પરિષદે 177 કરોડ, સૌરાષ્ટ્ર જનતાએ 141 કરોડ, સત્યવાદી રક્ષકે 10.53 કરોડ, લોકશાહી સત્તાએ 22.82 કરોડ, મધર લેન્ડ નેશનલે 86.36 લાખ ખર્ચ દર્શાવ્યો છે. અન્ય પક્ષોએ ઓડિટ રિપોર્ટના ઇલેક્શન સેક્શનમાં ખર્ચ દર્શાવ્યો નથી અથવા ફોરમેટ મુજબ ખર્ચ દર્શાવ્યો નથી.

ગુજરાતમાં રજીસ્ટર્ડ થયેલા પાંચ પક્ષોને 22 હજાર મત સામે 2316 કરોડનુ ભંડોળ મળ્યું
ચૂંટણીમાં ખૂબ ઓછા વોટ મેળવનારા પક્ષોને રજીસ્ટર્ડ અનરેગ્નાઈઝ્ડ(અમાન્ય) કહેવામાં આવે છે. આ પક્ષ ચૂંટણી પંચમાં રજીસ્ટર્ડ તો હોય છે પરંતુ ઓછા મતોને કારણે માન્યતા પ્રાપ્ત ગણાતા નથી. ગુજરાતમાં રજીસ્ટર્ડ થયેલા આવા પાંચ પક્ષોને છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી બે લોકસભા અને એક વિધાનસભા ચૂંટણીમાં કુલ 22 હજાર મત મળ્યા હતા. તેમને રાજ્યમાં કુલ 17 ઉમેદવાર ઊભા રાખ્યા હતા. અઉછ ના રિપોર્ટ મુજબ, 2019-20થી 2023-24 દરમિયાન આ 5 પક્ષોની કુલ આવક 2316 કરોડ છે. જ્યારે એક વર્ષની આવક 1158 કરોડ છે. દેશના આવા ટોપ-10 કમાણી કરતાં પક્ષોમાં ગુજરાતના 5 પક્ષ છે. જે પૈકી ભારતીય નેશનલ જનતા દળ 957 કરોડની આવકની દૃષ્ટિએ ટોપ ઉપર છે. ગુજરાતમાં આવા 95 પક્ષો છે, તેમાંથી 36એ વાર્ષિક રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કર્યો છે. રિપોર્ટમા જણાવાયું છે કે ટેક્સ ચોરી, મની લોન્ડરિંગ અટકાવવા માટે આવા પક્ષોનું નિયમન જરૂૂરી છે.

રાજકોટના બે ડઝન લોકોએ ફંડ આપ્યું

નામ રૂપિયા
અંબાવી કેશવભાઇ ચાવડા 450000
અરજણભાઇ રામદેભાઇ કરંગીયા 150000
અર્જુન દોશી 250000
બેરા વિશાલકુમાર કાંતિલાલ 190000
ચંદનાની પરેશ સુરેશભાઇ 190000
દેવ્યાની સિધ્ધપરા 99000
ધવલ એમ દામાણી 00000
દિનેશ મનુભાઇ ભાલીયા 600000
દુસારા કુનાલ પરસોતમભાઇ 174909
ગાંધી શ્રીપાલ અશ્ર્વિન 1000000
ગૌરેશ એસ શાસ્ત્રી 300000
ગિરીશકુમાર અર્જુનભાઇ સોલંકી 300000
હેનીત જયેશભાઇ નથવાણી 150000
જય વિશ્ણુભાઇ દવે 100000
નૈશવ રોહીતભાઇ ધ્રુવ 200000
નરેન્દ્ર યુ ચાવડા 200000
પરાગ ઘેટીયા 500000
પ્રકાશકુમાર ભાયાભાઇ વાળા 300000
પ્રેમલતા મીથલભાઇ ચાવડા 300000
રાહીલ ધર્મેશ ઘુંટલા 200000
સોનૈયા ચીરાગકુમાર 310000
વિનય હસમુખભાઇ ભીંડે 70000
વિવેકકુમાર આર વારા 445000
યોગેશ વિનોદભાઇ વાળા 50000
કુલ રકમ 6728909

Advertisement
Tags :
Advertisement
Advertisement