મહાશિવરાત્રીએ વાળીનાથ મંદિરમાં દીકરાનું કર્યું દાન!
કહેવાય છે કે શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની કોઈ જરૂૂર નથી...આજના સમયમાં પણ ઘણી એવી ઘટનાઓ બને છે જે આપણા તર્કથી ઉપર હોય છે. મહેસાણાના વિસનગરના તરભમાં વાળીનાથ મહાદેવ બિરાજમાન છે. હજારો નહીં પણ લાખો લોકો માટે આ તરભ ધામ આસ્થાનું સ્થળ છે. અહીં આવીને લોકો શિશ ઝૂકાવે તન, મન અને ધનથી સેવા કરે ત્યાં સુધી તો સમજાય. પણ કોઈ વ્યક્તિ પોતાનો દીકરો અહીં આવીને ભગવાનના ચરણોમાં અર્પણ કરે ત્યારે જરૂૂર આશ્ચર્ય થાય.
શિવરાત્રિના દિવસે જાસ્કા ગામના શ્રદ્ધાળુ કેતન દેસાઈએ તેમનો નાનો દીકરો અહીં મંદિરમાં અર્પણ કરી દીધો. કેતનભાઈને સંતાનમાં એક દીકરી પહેલાથી જ હતી. પછી તેમણે ગત વર્ષે અહીં વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એવી માનતા રાખી હતી કે જો વાળીનાથ મહાદેવ તેમને એકસાથે બે દીકરા આપશે તો બેમાંથી એક દીકરો તેઓ અહીં આવીને અર્પણ કરશે.... અને થયું પણ એવું જ. માનતાના થોડા દિવસો પછી તેમના પત્નીને સારા દિવસો રહ્યા અને તેમને ત્યાં એકસાથે બે જોડિયા દીકરાનો જન્મ થયો. જેથી કેતનભાઈ પોતાની માનતા પ્રમાણે શિવરાત્રિના દિવસે બંને દીકરાઓને લઈને વાળીનાથ આવ્યા. અને એક દીકરો વાળીનાથ ધામમાં અર્પણ કર્યું. આ બાળકનું પાલન પોષણ હવે વાળીનાથ મંદિર કરશે અને ભણાવી ગણાવીને મોટો કરશે. જે પછી એ દીકરો ધર્મના પ્રચારનું કામ કરશે..