રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઇમ્પેક્ટનો લાભ લેનાર ડોમવાળા બાંધકામોને ફાયર NOC નહીં મળે

05:10 PM Oct 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

140થી વધુ શાળાઓ અને હોસ્પિટલોએ બીયુ માટે ઇમ્પેક્ટ ફીનો લાભ લઇ ડોમને કાયદેસર કરાવી લીધા

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીના કડક નિયમો અમલમાં આવ્યા છે. જેમાં ખાસ કરીને શાળા અને હોસ્પિટલોની અગાસી ઉપર બનાવવામાં આવેલા ડોમને ગેરકાયેદસર ગણવવામાં આવી રહ્યા છે. છતાં ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં આવ્યા બાદ અંદાજે 140થી વધુ શાળાઓ અને હોસ્પિટલોએ બીયુ માટે તેનો લાભ લઇ ડોમને કાયદેસર કરાવી લીધાનું ફાયર વિભાગના ધ્યાનમાં આવતા તેઓને ઇમ્પેક્ટનો લાભ લેનાર ડોમવાળા બાંધકામોને ફાયર એનઓસી નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છતા એનઓસીની અરજી બાદ ડોમનું બાંધકામ ખુલ્લુ છે કે, પેક તે અંગેની ચકાસણી ર્ક્યા બાદ એનઓસી અંગે નિર્ણય લેવામાં આવશે. રાજકોટ મહાપાલિકા દ્વારા ડોમવાળી 140 શાળા અને હોસ્પિટલો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે ત્યારે ઈમ્પેકટના નામે ડોમને કાયદેસર કરાવી લેનારા કેટલાક વગદારોને ડોમ ઉતારવાની ફરજ પડશે અન્યથા ફાયર એન.ઓ.સી. નહિ મળી શકે.

મહાપાલિકાના ફાયર સૂત્રોએ કહયું હતું કે, ડોમમાં ખુલ્લુ બાંધકામ હોય તો તે માન્ય રહે છે પણ ડોમ આખો પેક કરી દેવાયો હોય તો તેમાં ફાયર એન.ઓ.સી. આપી શકાતી નથી. રાજકોટમાં શાળા અને હોસ્પિટલોમાં ડોમ છે તે પેક કરી દેવાયેલા છે અને તે નિયમભંગ છે. અમે આવા સ્થળે ફાયર એન.ઓ.સી. નહિ આપી શકીએ. હાલ અમારી પાસે ઈમ્પેકટમાં આવરી લેવાયેલી કેટલીક અરજીઓ આવી છે પણ તેમાં સેલર અને ડોમના બાંધકામો નિયમભંગ જેવા હશે તો ઈમ્પેકટ હોવા છતા ફાયર એન.ઓ.સી. નહિ મળી શકે. ડોમ માટે નિયત નિયમો પ્રમાણે ડોમનો માચડો ખુલ્લો રાખવાનો હોય છે એક છાપરા તરીકે જ તેનો ઉપયોગ માન્ય છે. બાકી પેક કરીને રૂૂમ, લેબોરેટરી તરીકે તેનો ઉપયોગ કરી શકાતો નથી. ઈમ્પેકટમાં આવી ફાઈલ મંજૂર થયેલી હશે તો પણ ડોમના ગેરકાયદે બાંધકામ હટાવી લેવા પડશે. આવી જ રીતે સેલરમાં પણ 25 ટકાથી વધારે બાંધકામ થઈ શકતું નથી તેને પણ તોડવું પડશે. આ દિશામાં તપાસ શરૂૂ કરવામા આવી છે. ફાયર એનઓસી અંગે હવે પછી ફાયર સ્ટાફ દ્વારા ચકાસણી થાય ત્યારે ડોમ અને સેલરના બાંધકામોના મામલે ચોકસાઈ રાખવામાં આવનાર છે.

મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફીસરની ધરપકડ થયા બાદ ફાયર વિભાગની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. આજ સુધી સીએફઓની જવાબદારી કોઇને સોંપવામાં આવી નથી. તેની સામે ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ સીલ કરવામાં આવેલ બાંધકામો દ્વારા ફાયર એનઓસીની અરજીઓ કરાયેલ જેનો ભરાવો થતા તાત્કાલીક ધોરણે સીલ ખુલ્લી આપી સમય આપવામાં આવ્યો છે. પરંતુ ફાયરમાં બીયુ ફરજીયાત ન હોવાથી અનેક બાંધકામોએ ગેરકાયેદસર ડોમને ઇમ્પેક્ટમાં બતાવી બીયુ સર્ટી કાઢાવવી લેતા હોય તેવું લાગતા ફાયર વિભાગે હવે ઇમ્પેક્ટ ફીનો લાભ લેનાર ડોમવાળા બાંધકામોને ફાયર એનઓસી ન આપવાનો નિર્ણય લીધો છે.

NOC આપયા બાદ પણ રી-ચેકિંગ કરાશે

મનપાના ફાયર વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ઇમ્પેક્ટનો લાભ લેનાર ડોમવાળા બાંધકામોને ફાયર એનઓસી મળવા પાત્ર નથી અને આ નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં ડોમનું બાંધકામ ખુલ્લુ હોય તેની ચકાસણી ર્ક્યા બાદ એનઓસી આપવામાં આવશે. પરંતુ એનઓસી મેળવ્યા બાદ કોઇપણ બાંધકામના ખુલ્લા ડોમને ચેક કરવામાં આવશે અથવા આ ડોમમાં લોકોને એકઠા કરી કોઇ પ્રવૃતિ કરવામાં આવી છે કે, નહીં તેનું રી-ચેકીંગ હાથ ધરાશે અને જો કસુરવાર ઠરશે તો તેનું બીયુ સર્ટી રદ કરી ફાયર એનઓસીના નિયમોના ભંગ ર્ક્યા સહિતના પગલા લેવામાં આવશે.

Tags :
Fire NOCgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement