For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કૂતરાઓએ ગાંડા કર્યા, મનપાએ 10 એનિમલ કીપરની ભરતી જાહેર કરી

05:35 PM Dec 05, 2025 IST | Bhumika
કૂતરાઓએ ગાંડા કર્યા  મનપાએ 10 એનિમલ કીપરની ભરતી જાહેર કરી

બિનઅનામતની 4 અને 2 દિવ્યાંગ સહિતની 10 જગ્યા ભરાશે, કેડરની લાયકાત મુજબ પગારધોરણ

Advertisement

શહેરમાં રખડતા કુતરાઓના ત્રાસ અંગે હાઇકોર્ટ સરકારને પગલા ભરવાની સુચના આપ્યા બાદ મહાનગરપાલિકાએ પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શાળા, કોલેજો અને હોસ્પિટલો સહિતના ઉપર જવાબદારી નાખી છે છતાં એનિમલ વિભાગમાં આ પ્રકારની ઝડપી કામગીરી થઇ શકે તે માટે 10 એનિમલ કીપરની ભરતી કરવાનો નિર્ણય લઇ જાહેર કરવામાં આવી છેે અને આગામી દિવસોમા શ્ર્વાન વ્યંધીકરણ સહિતની કાર્યવાહી વધુ ઝડપી બનાવવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

મહાનગરપાલિકા દ્વારા 10 એનિમલ કીપરની ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં બિનઅનામત 4 તથા અનુજાતી 1 અને અનુજનજાતી 2 તેમજ 3 અન્ય અનામત જગ્યાઓ ભરવામાં આવશે.
કેડરની લાયકાત મુજબ પગાર ધોરણ અને વય મર્યાદા મુજબની ભરતી ટૂંક સમયમાં હાથ ધરાશે આ મુદ્દે જાણકારી પ્રાપ્ત થયેલ શહેરમાં વધતા જતા રખડતા કૂતરાઓના ત્રાસ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં ગાઇડલાઇન જાહેર કરી રખડતા કૂતરાઓનો સર્વે અને ત્રાસ સામે લોકોને રક્ષણ મળે તે પ્રકારની જવાબદારી પૂર્વકની કાર્યવાહી કરવાનો દરેક મનપા અને નપાને આદેશ કર્યો છે. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની 39 હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજ, ગર્વમેન્ટ સ્કૂલો અને ખાનગી શાળાઓ કે, જેમાં ગ્રાઉન્ડ અને પરીસર હોય તેઓએ તાત્કાલીક ધોરણે ફેન્સીંગ અને બાઉન્ટ્રી હોલ કરી રખડતા શ્ર્વાન પ્રિમાયસીમાં ધુસી ન જાય તેનુ ધ્યાન રાખવા અને એક નોડલ ઓફિસરની નિમણુક કરી મનપાને રિપોર્ટ આપવાની સૂચના આપી છે.

Advertisement

મનપાના પ્રણી રંજાડ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રખડતા કૂતરાઓના ત્રાસ સામે નાગરિકોને રક્ષણ આપવા માટે તાજેતરમાં ૃસુપ્રીમ કોર્ટ દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

જે મુજબ શહેરમાં રખડતા તમામ કૂતરાઓનો સર્વે કરી તેમનો ચોક્કસ આંકડો તૈયાર કરવાની તેમજ પબ્લીક એકમો કે, જયાં સતત લોકોની અવર-જવર અને હાજરી રહેતી હોય તેવા એકમોમાં રખડતા કૂતરાઓ ધુસી રહ્યા છે. કે કેમ તેની વિગત એકઠી કરવા સહિતની સૂચના આપવામાં આવી હતી.

જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની પરિસર વાળી તેમજ ગ્રાઉન્ડ વાળી 7 સરકારી સહિત 39 હોસ્પિટલો તેમજ મનપા સંચાલિત તમામ શાળાઓ તથા અન્ય ગર્વમેન્ટ સ્કૂલ અને મનપાના અર્બન સેન્ટરો તથા મેડિકલ કોલેજ સહિતના એકમોને સૂચના સાથે પરિપત્ર પાઠવવામાં આવ્યો છે અને હવે મનપાના વિભાગી કામગીરી માટે વધુ 10 એનિમલ કીપરની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોસ્મોપ્લેક્ષથી રીંગરોડને જોડતો 2.86 કરોડના ખર્ચે નવો રોડ બનશે
મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના ત્રણેય ઝોનના તમામ રોડ રસ્તાઓ રી-કાર્પેટ કરવા માટે એક સાથે કામ શરૂ કર્યુ છે. બાંધકામ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ હાલ રોડ રસ્તાના 3.41 કરોડના કામ શરૂ થઇ ચૂકયા છે. જયારે મુખ્ય માર્ગોને જોડતા નવા રોડ માટે ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ધરાય છે. જે પૈકી વોર્ડ નં.9માં કોસ્મોપ્લેક્ષ પાસેથી 150 ફૂટ રીંગરોડને જોડતો 18 મીટરનો રોડ રૂા.2.86 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

મનપા દરેક વોર્ડમાં સ્પોટ્સ સુવિધા વધારશે
મનપા ખાલી પ્લોટનો ઉપયોગ કરી સ્પોર્ટ સુવિધામાં વધારો કરશે. વોર્ડ નં.10માં નાનામવા નિધી કર્મચારી સોસાયટીના પ્લોટ પર વોલીબોલ કોર્ટ બનાવાશે, વેસ્ટઝોનમાં 10 ખાલી પ્લોટ શોધાયા, લોકો ડીમાન્ડ કરે અને પ્લોટ ખાલી હોય તો ત્યાં સ્પોર્ટની સુવિધા કરી અપાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement