કૂતરૂ આડુ ઉતરતા ભોગ લેવાયો, બાઇક અકસ્માતમાં એઇમ્સના કર્મચારીનું મૃત્યુ
રાજકોટ શહેરમાં અવાર નવાર પશુ રસ્તા પર આડે ઉતરતા અકસ્માતો સર્જાય છે ત્યારે ગઈકાલે વધુ એક અકસ્માતની ઘટનાથી યુવાનનો ભોગ લેવાયો હતો.
જેમાં રૈયા રોડ નહેરુનગરમાં રહેતા મૂળ રાજસ્થાનનો યુવાન જે જામનગર રોડ પર એઇમ્સમાં કામ કરતા યુવાન ગઈકાલે રાત્રે કેન્ટીન પરથી પોતાના ઘરે આવતો હતો ત્યારે તેમનું બાઈક હોસ્પિટલના ગેઇટ પાસે પહોંચતા કૂતરું આડુ ઉતર્યું હતું અને બાઈક સ્લીપ થતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
વધુ વિગતો મુજબ, રૈયા રોડ પર નહેરુ નગરમાં રહેતા અજમનતુલા ખાન એઝાંઝહુસેન ખાન નામના 27 વર્ષનો યુવાન ગઈકાલે પોતાનું બાઈક લઇ જામનગર રોડ પર એઇમ્સ હોસ્પિટલમાંથી પોતાનું બાઈક લઇ કેન્ટીનથી ઘરે જતો હતો ત્યારે એઇમ્સ હોસ્પિટલના ગેઇટ પાસે પહોંચતા ત્યાં કૂતરું આડુ ઉતરતા અજમનતુલાખાનને શરીરે ગંભીર ઇજા થઇ હતી અને તે રસ્તા પર પટકાયો હતો અને તેમને તુરંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસની ટીમ તપાસ કરી રહી છે મૃતક રાજસ્થાનનો વતની હતો અને અહીં નહેરુનગરમાં રહેતો હતો અને જામનગર રોડ પર એઇમ્સ ખાતે ડાયરેકટરની ઓફીસમાં કામ કરતો હતો.હાલ આ ઘટનાથી વતનમાં રહેતા મૃતકના પરિવારને જાણ કરવામાં આવી છે.