અશાંતધારાના ભંગ બદલ પાલડીના નવ બંગલાના દસ્તાવેજો રદબાતલ
03:54 PM Nov 19, 2025 IST | Bhumika
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી નૂતન સર્વોદય કોપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં અશાંત ધારાનો ભંગ થવાના મામલે કલેક્ટરે મોટી કાર્યવાહી કરી છે. ડેપ્યુટી સિટી કલેક્ટર (પશ્ચિમ અમદાવાદ)ની કોર્ટ દ્વારા 9 બંગલાના વેચાણ દસ્તાવેજોને રદબાતલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, અને આ બંગલા હવે મૂળ હિન્દુ માલિકોને પરત આપવામાં આવશે.
Advertisement
આ અંગે એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ધારાસભ્ય અમિતભાઈ શાહના નિવેદન મુજબ, આ સોસાયટીમાં અશાંત ધારાનો ભંગ થયો હતો, જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં, કલેક્ટર દ્વારા જવાબદાર વ્યક્તિઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટે મામલતદારને આદેશ આપવામાં આવ્યો છે. દસ્તાવેજો રદ થતાં સ્થાનિક હિન્દુ પરિવારોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
Advertisement
Advertisement