સરકારી હોસ્પિટલમાં 10 વર્ષથી નોકરી કરતા તબીબો કોલેજમાં એસોસીએટ, પ્રોફેસર બની શકશે
નેશનલ મેડિકલ કમિશને તાજેતરમાં મેડિકલ ઇન્સ્ટિટ્યુશન્સ (ફેકલ્ટીની લાયકાત) નિયમો2025 જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ હવે દેશભરના નવનિર્માણાધીન મેડિકલ કોલેજો MBBS અને PG(MD અને MS) બંને અભ્યાસક્રમો સાથે શરૂૂ કરી શકશે.
આ પગલાંથી PGમાટેની બેઠકો વધારવી સરળ બનશે અને અભ્યાસમાં વિલંબ ટાળવા મળશે. સાથે જ ફેકલ્ટી માટે ભરતીની પ્રક્રિયા સરળ બને છે, જે પગલે વિદ્યાર્થીઓને શિક્ષણ અને નોકરી બંને ક્ષેત્રે વધુ તકો મળશે. કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષમાં 75,000 મેડિકલ બેઠકો ઊભી કરવાની યોજના ધરાવે છે, પણ ફેકલ્ટીની અછત મોટો અવરોધ રહી છે. નવા નિયમો એ સમસ્યા દૂર કરવા સહાયરૂૂપ બનશે.
નવી સરકારી મેડિકલ કોલેજો હવે MBBS અને PGબન્ને અભ્યાસક્રમો સાથે શરૂૂ કરી શકશે. PGમાટે વધુ બેઠકો મળશે અને અભ્યાસ મોડો નહીં થાય, સરકારી હોસ્પિટલોમાં 10 વર્ષથી કાર્યરત ડોક્ટરો સીધા એસોસિએટ પ્રોફેસર બની શકે છે. 2 વર્ષનો અનુભવ ધરાવતા ડોક્ટરો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પાત્ર ગણાશે, હવે માત્ર 2 ફેકલ્ટી અને 2 સીટથી PG અભ્યાસ શરૂૂ કરી શકાય છે. એનાટોમિ, ફાર્માકોલોજી અને માઇક્રોબાયોલોજીમાં હવે 50 વર્ષની ઉંમરે પણ સિનિ. રેસિડેન્ટ તરીકે ભરતી થવાની તક મળશે. PG કર્યા બાદ ટ્યુટર અથવા ડેમોન્સ્ટ્રેટર તરીકેનો અનુભવ હવે આસિસ્ટન્ટ પ્રોફેસર પદ માટે માન્ય ગણાશે. માઇક્રોબાયોલોજી અને ફાર્માકોલોજીમાં MSc-PhD ઉમેદવારોને ફેકલ્ટી તરીકે ભરતી કરી શકાશે.