તળાજામાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ ડોકટર અને ભાવિ તબીબને અંતિમ વિદાય અપાઇ
ગર્ભમાં રહેલ શિશુએ માતાની ઓળખ કરાવી
અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ દીર્ઘટનામા મુસાફરો અને સિવિલ હોસ્પિટલની અતુલ્ય બિલ્ડીંગ,મેસમાં જમી રહેલ તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા તેમાં તળાજા ના ડો.કાજલ પ્રદીપભાઈ સોલંકી અને સોસિયા ગામના બી.જે.મેડિકલ કોલેજના બીજા વર્ષ MBBSમાં અભ્યાસ કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સોસિયા ગામના રાકેશ ગોબરભાઈ દિહોરા નો સમાવેશ થાય છે.
આ બંને મૃતકોના પાર્થિવ દેહ ને આજે બપોરે ઘરે અંતિમ વિધિ માટે લાવવામાં આવ્યા હતા.સોસિયા ગામના ખેડૂત પરિવાર મા રાકેશ નો જન્મ થયો હતો. પાંચ બહેન અને બે ભાઈ મળી કુલ 7 ભાંડરડા હતા.જેમા રાકેશ નાનપણ થીજ તેજસ્વી છાત્ર હતો.ધો 9-10 ભાવનગર સ્વામીનારાયણ ગુરુકુળ અને ધો 11-12 સાયન્સ જ્ઞાન મંજરી મા પાસ કરીને નિટમા 660 માર્ક્સ મેળવીને સરકારી ક્વોટામાં જ એડમિશન મળી જતા બી.જે.મેડીકલ કોલેજ મા અભ્યાસ કરી રહ્યોહતો.શ્રમજીવી દિહોરા પરિવાર અને સોસિયા ગામના ગૌરવ સમાં રાકેશ દિહોરા ની અંતિમ યાત્રા સમયે ગામ હિબકે ચડ્યું હતું.
તળાજાના અંબિકાનગર ખાતે રહેતા ડો.કાજલબેન પ્રદીપભાઈ સોલંકી ની અંતિમયાત્રા બપોરે 3 કલાકે તેમના નિવાસસ્થાને થી જ્ઞાતિજનો, પાડોશીઓ, નગરના પ્રથમ નાગરિક હેતલબેન રાઠોડ, શહેર ભાજપ અધ્યક્ષ આઈ.કે.વાળા,તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ ડાંગર,જિલ્લા ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી હનીફભાઈ તુર્કી, મુસ્લિમ સમાજના અગ્રણી નિહાલભાઈ ભૂરાણી, કોંગ્રેસ શહેર પ્રમુખ ગૌરંગ બાલધિયા,નગર સેવકો,સ્થાનિક ભાજપ કોંગ્રેસના હોદેદારો ની વિશાલ હાજરી વચ્ચે યોજાઈ હતી. ઉલ્લેખનીય છેકે ડો.કાજલ ગર્ભવતી હતા.તેમના પતિ ડો.પ્રદીપ સોલંકી જ્યારે પત્ની ની ઓળખ કરવા માટે ગયા ત્યારે મૃત પત્નીનો કેટલેક અંશે ચહેરો ઓળખાય ગયો હતો સાથે ગર્ભમાં રહેલ શિશુ ના કારણે તેઓની ઓળખ થઈ ગઈ હતી.