For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અધિકારીઓ ધારાસભ્યોને ભાજી-મૂળા સમજે છે?

12:48 PM Nov 20, 2025 IST | Bhumika
અધિકારીઓ ધારાસભ્યોને ભાજી મૂળા સમજે છે

પ્રભારીમંત્રીની હાજરીમાં ભાજપના ધારાસભ્યની સટાસટી, મનસ્વી નિર્ણયો લેવાતા હોવાનો આરોપ

Advertisement

ઝાલોદના ભાજપના ધારાસભ્ય મહેશ ભુરિયાએ જિલ્લા વિકાસ અધિકારીની કામગીરી સામે પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની હાજરીમાં જ ઉગ્ર રોષ વ્યક્ત કરતા વહીવટી તંત્રમાં સોપો પડી ગયો હતો.

ગુજરાતમાં ઘણીવાર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સરકારી બાબુઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળતો હોય છે, પરંતુ જ્યારે શાસક પક્ષના જ ધારાસભ્ય જાહેરમાં પોતાની સરકારના અધિકારી સામે બાંયો ચઢાવે ત્યારે મામલો ગંભીર બની જાય છે. ઝાલોદના ભાજપના ધારાસભ્ય મહેશ ભુરિયાએ જિલ્લા વિકાસ અધિકારીની કામગીરી સામે પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની હાજરીમાં જ ઉગ્ર રોષ વ્યક્ત કરતા વહીવટી તંત્રમાં સોપો પડી ગયો હતો.
મળતી માહિતી મુજબ, એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ધારાસભ્ય મહેશ ભુરિયાનો પિત્તો ગયો હતો. તેમણે DDO પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંઠતા નથી. ભુરિયાએ અત્યંત તીખા શબ્દોમાં કહ્યું હતું કે, નસ્ત્રશું અધિકારીઓ ધારાસભ્યને ભાજીમૂળા સમજે છે?

Advertisement

તેમનો સીધો આક્ષેપ હતો કે, DDO મનસ્વી રીતે નિર્ણયો લઈ રહ્યા છે. ખાસ કરીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના અંતર્ગત 12,000 જેટલા કૂવાઓની ફાળવણી DDO દ્વારા બારોબાર કરી દેવામાં આવી હોવાનો ધડાકો તેમણે કર્યો હતો. ભુરિયાના મતે, અધિકારીઓ સરકારની ‘ગુડ બુક’માં રહેવા અને વાહવાહી મેળવવા માટે કરોડો રૂૂપિયાના કામો એનજીઓ અને અન્ય એજન્સીઓને પધરાવી દે છે, જેમાં સ્થાનિક નેતૃત્વને વિશ્વાસમાં લેવામાં આવતું નથી.

મહેશ ભુરિયાએ આદિવાસી વિસ્તારની વાસ્તવિકતા રજૂ કરતા કહ્યું હતું કે, અહીંનો ગરીબ માણસ પેટના ખાડા પૂરવા માટે દર-દર ભટકે છે અને હિજરત કરવા મજબૂર બને છે. તેમણે અધિકારીની સંવેદનશીલતા પર પ્રહાર કરતા કહ્યું કે, જેણે ક્યારેય ગરીબી જોઈ નથી, તેને ગરીબની વેદનામાં શું સમજ પડે? વધુમાં, તેમણે પોતાના અનુભવ અને સિનિયોરિટીનો હવાલો આપતા અધિકારીને ટોણો માર્યો હતો કે, ‘અધિકારીને જ્યારે નોકરી પણ ન હતી મળી, ત્યારથી હું સરકારમાં છું.’ આ વાક્ય દ્વારા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, વહીવટી તંત્ર એ જનપ્રતિનિધિઓના બહોળા અનુભવનું સન્માન કરવું જોઈએ.

વહીવટી તંત્રની બેદરકારીના વધુ એક નમૂનારૂૂપ આક્ષેપ કરતા ખકઅએ કહ્યું હતું કે, જિલ્લામાં મળતી ‘દિશા’ (ઉઈંજઇંઅ) જેવી મહત્વની બેઠકો માત્ર ઔપચારિકતા બની ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી આ બેઠકોમાં કોઈ નક્કર ચર્ચા થતી નથી અને માત્ર 10 મિનિટમાં જ મીટિંગ પૂર્ણ કરી દેવામાં આવે છે.

તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, DDO પોતે મીટિંગમાં હાજર રહેતા નથી અને કોઈ પણ પ્રકારનો સમન્વય સાધવાનો પ્રયાસ કરતા નથી. પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં જ શાસક પક્ષના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા આ પપોલખોલથ પ્રહારોએ જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement