અમદાવાદ ઘટનામાં મૃત્યુ પામેલા જામનગરના દંપતીના પરિવારના DNA સેમ્પલ લેવાયા
અમદાવાદમાં ગઈકાલે બપોરે એક યાત્રિક વિમાન ઉડાન ભર્યા ની થોડી મિનિટોમાં જ તૂટી પડ્યું હતું. જેમાં મુસાફરી કરી રહેલા મૂળ જામનગરના વતની એક દંપતી પણ દુર્ઘટના નો શિકાર બન્યા બાદ જામનગરમાં રહેતા તેઓના પરિવારના બે વ્યક્તિના ડીએનએ સેમ્પલો લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ 72 કલાક બાદ મળશે.
જામનગરમાં રહેતા હરિહરભાઈ બક્ષી બીમાર હોવાથી તેમના લંડન માં રહેતા પુત્રી નેહલબેન અને જમાઈ શૈલેષભાઈ પરમાર જામનગર આવ્યા હતા. અને ગઈકાલે પરોઢિયે જ જામનગર થી નીકળ્યા હતા. અને અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ એ હવાઈ મુસાફરી બપોરે દોઢ વાગ્યે શરૂૂ કરી હતી. પરંતુ કમનસીબે થોડી મિનિટો માં જ આ વિમાન ક્રેશ થયુ હતુ જેમાં અનેક લોકો ના મૃત્યુ થયા હતા.
ત્યારબાદ સમગ્ર અકસ્માતના બનાવની જાણ થતાં જામનગરમાં રહેતા નેહલબેન ના પિતરાઈ ભાઈ ડો. કેયુર બક્ષી ઉપરાંત આશિષભાઈ બક્ષી તેમજ નેહલબેન ના નાના બહેનભાઈ વૈશાલીબેન બક્ષી કે જેઓ પંચવટી વિસ્તારમાં રહે છે, તેઓને સાથે રાખીને ગઈકાલે મોડી સાંજે અમદાવાદ પહોંચી ગયા હતા.
આ ઉપરાંત તેમના જમાઈ શૈલેષભાઈ પરમાર કે જેમના ભાઈ આનંદભાઈ પરમાર પણ જામનગરમાં જ વસવાટ કરે છે, તેઓને પણ સાથે લઈને અમદાવાદ પહોંચ્યા હતા, અને તે બંનેના ડી.એન.એ. ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવી હતી. જે બંનેના સેમ્પલો લઈ લેવાયા બાદ તેઓને 72 કલાક પછી રિપોર્ટ આવ્યા બાદ સંપર્ક સાધવા જણાવાયું છે.
હાલ તેઓના મૃત્યુ અંગેના કોઈ જરૂૂરી પુરાવા કે સામાન હાથ લાગ્યો નથી, પરંતુ વિમાનમાં તમામ મુસાફરોના મૃત્યુના અહેવાલ વહતા કરી દેવાયા છે, જેથી જે બંનેના પણ મૃત્યુ થયા હોવાનું નક્કી ગણીને સમગ્ર પરિવાર આજે પરત ફર્યો છે, અને 72 કલાક વીત્યા બાદ ફરી અમદાવાદ જશે, અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ હોસ્પિટલ ની ટીમ દ્વારા તમામ નામ નંબર વગેરે મેળવી લેવાયા છે.