દિવાળી બની લોહિયાળ: વાંકાનેર-જૂનાગઢમાં બેની હત્યા
વાંકાનેરમાં જૂની અદાવતમાં સમાધાન માટે એકઠા થયા ને માથાકૂટ થતા યુવાનને છરી ઝીંકી હત્યા નીપજાવી
વાંકાનેર અને જૂનાગઢમાં દીવાળીનો દિવસ લોહીયા બન્યો હતો. વાંકાનેરમાં જૂની અદાવતમાં ખાર રાખી સમાધાન માટે બોલાવી યુવાનને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જયારે જૂનાગઢમાં આવેલા મધુરમ વિસ્તારમાં ગઇકાલે રાત્રીના સમયે ફટાકડા ફોડવા મામલે યુવક પર ધોકા-પાઇપ વડે હૂમલો કરી ઢીમ ઢાળી દીધુ હતું. હત્યાની ઘટનામાં પોલીસે ત્રણ શખ્સોને સંકજામાં લઇ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનુ જાણવા મળ્યુ છે.
મોડી રાત્રે જૂનાગઢના મધુરમ વિસ્તાર નજીક રોડની બંને બાજુએ લોકો ફટાકડા ફોડી રહ્યા હતા. આ સમયે અમુલ એપાર્ટમેન્ટ નજીક ફટાકડા ફોડવાની બાબતે 28 વર્ષીય દિવ્યેશ ચુડાસમાની અમુલ એપાર્ટમેન્ટમાં રહેતા વ્યક્તિ વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી. આ ઝઘડામાં ઉશ્કેરાયેલા એક મહિલા સહિત ત્રણથી વધુ લોકોએ દિવ્યેશ પર લાકડી, પાઇપ અને ધોકા વડે અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલામાં મૃતક દિવ્યેશનો મિત્ર નિશિત રાહુલભાઈ વાઘેલા નામનો યુવક પણ ઈજાગ્રસ્ત થયો હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતકના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા લાગવાથી તે લોહીલુહાણ થયો હતો.
આરોપીઓએ કરેલા ઘાતક હુમલાને કારણે યુવક દિવ્યેશ ચુડાસમા ગંભીર રીતે લોહીલુહાણ થયો હતો. ઘટનાની જાણ થતાં જ મધુરમ રોડ પર લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ યુવકની સારવાર શરૂૂ થાય તે પહેલા જ રસ્તામાં જ તેનું કરૂૂણ મૃત્યુ નીપજ્યું હતું.
મધુરમ વિસ્તારમાં બનેલી આ હત્યાની ગંભીર ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ સી-ડિવિઝન પોલીસના ઉુ.જઙ સહિતનો કાફલો ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો. પોલીસે જે સ્થળે આ ઘટના બની હતી તેની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂૂ કરી હતી અને સ્થાનિકોની પૂછપરછના આધારે ગણતરીની મિનિટોમાં જ આ ગુનાને અંજામ આપનાર એક મહિલા સહિતના ત્રણ શકમંદોની ધરપકડ કરી હતી. ત્રણેય શકમંદોને સી-ડિવિઝન પોલીસ મથકે વધુ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા.
મૃતક 28 વર્ષીય યુવક દિવ્યેશ ચુડાસમા તેની માતા સાથે રહેતો હતો અને પ્રાઇવેટ જોબ કરીને ઘર ચલાવતો હતો. આ પરિવાર પર દિવાળીની રાત પહેલા પણ બે મોટી આફત આવી ચૂકી હતી. થોડા સમય પહેલા જ દિવ્યેશના ભાઈએ આત્મહત્યા કરી હતી અને તેના આઘાતમાં પિતાનું લાંબી બિમારી બાદ નિધન થયું હતું. બે મા-દીકરા એકલવાયું જીવન જીવતા હતા, ત્યારે હવે દિવાળીની રાત્રે એકના એક પુત્રના અકાળે મોતે વૃદ્ધ માતા પર આભ ફાટી પડ્યા જેવો ઘેરો આઘાત પહોંચાડ્યો છે.
બીજા બનાવમાં વાંકાનેર શહેરના નવાપરામાં પંચાસર રોડ પર મીટ્ટીકુલ સામે રહેતા ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયા (ઉ.વ.20) નામના યુવાનના મિત્ર દિપક મનસુખભાઈ પરેચાને અન્ય શખ્સો સાથે માથાકુટ થઇ હોય, જેથી ધ્રુવ, દિપક પરેચા અને વિપુલ સાથલીયા ત્રણેય મિત્રો આરોપીઓ સાથે વાત કરવા નવાપરા વાસુકી દાદાના મંદિર સામે રોડ પર જતા આરોપી 1). સાહિલ દિનેશભાઈ વિજવાડીયા, 2). ઋત્વિક જગદીશભાઈ કોળી, 3). અનિલ રમેશભાઈ કોળી, 4). વિશાલ સુરેશભાઈ વિજવાડિયા (રહે.ચારેય નવાપરા) અને 5). કાનો દેગામા (રહે. વિશીપરા)એ ત્રણેય મિત્રોને ઘેરી, મારમારી આરોપીઓએ ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયાને છાતીના ભાગે છરીનો ઉંડો ઘા કરી દેતાં યુવાન ઢળી પડ્યો હતો. જે બાદ યુવાનને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો, જેથી હાલ આ બનાવવામાં વાંકાનેર સિટી પોલીસે મૃતક યુવાનના પિતા પ્રફુલભાઈ કેશુભાઈ કેરવાડિયાની ફરિયાદ પરથી પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.