સોના-ચાંદીમાં દિવાળી જેવી આતશબાજી, ભાવમાં રોકેટગતિએ વધારો
ચાંદીમાં બે દિવસમાં રૂા.10 હજાર અને સોનાના ભાવમાં 4000 વધી ગયા; રાજકોટમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂા.130490, ચાંદી 1.68 લાખને પાર
અમેરિકામાં શટડાઉન પૂરું થતાં અને યુએસ ફેડરલ રિઝર્વએ વ્યાજદર ઘટાડવાનો સંકેત આપતા કિંમતી ધાતુઓમાં તેજીનું તોફાન
સોના-ચાંદીમાં દિવાળી જેવી તેજી ફરી જોવા મળી રહી છે. છેલ્લા 10 દિવસમાં સોના-ચાંદીમાં ફરી જોરદાર તેજી જોવા મળતા સોના-ચાંદીના ભાવ ફરી આસમાને પહોંચે તેવી શકયતા જોવાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં ચાંદીમાં 10 હજારનો વધારો નોંધાયો છે. જયારે સોનામાં પણ હાલ હજારનો વધારો નોંધાયો છે.
અમેરિકામાં શટડાઉન પુરુ થતા આર્થિક ગતીને નવો વેગ મળે તેવી શકયતા જોવાઇ રહી છે. અને યુએસ હેડરલ રિઝર્વના ગર્વનાર સ્ટીફન મિર્ન તાજેતરમાં વધતી બેરોજગારી અને સુસ્ત ફગાવાને પહોંચી વળવા માટે વ્યાજદરમાં 0.40 ટકાનો નોંધપાત્ર ઘટાડો કરવાના સંકેત આપ્યા છે.
યુએસ ડિપાર્ટમેન્ટ શટડાઉન અંગેની ચિંતા દૂર થતાં ડિસેમ્બરની બેઠકમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડાની વધતી અપેક્ષાના કારણે સોના-ચાંદીમાં તીવ્ર વધારો નોંધાયો છે. ગત રાત્રે પણ સોના-ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી હતી. અને સમયે તો ચાંદી 8000 રૂપિયા વધી હતી જયારે સોનામાં 2500નો વધારો નોંધાયો હતો.
ભારતીય બજારમાં પણ રાષ્ટ્રપતિ પુટીનની સંભવિત ભારત યાત્રા ઉપરાંત ગત રાત્રે ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ વાર્તાનો વધુ રાઉન્ડ પુરો થતાં ભારત-અમેરિકા ટ્રેડ ડિલ અને ટેરિફને લઇને સારા સમાચાર આવી શકે છે. જેને લઇને ફરી સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ઉપરાંત ભારતમાં ડિસેમ્બરમાં સોના-ચાંદીની ડિમાન્ડ અને ખપત વધાવાની પ્રબળ સંભાવનાને કારણે માર્કેટમાં ફરી તેજી જોવા મળી રહી છે.
હાલ એમસીએકસમાં સોનાનો ભાવ 127150 પ્રતિ 10 ગ્રામનો જોવા મળી રહ્યો છે. જયારે રાજકોટ અને અમદાવાદની બજારમાં સોનાનો ભાવ 130490 પર પહોંચી ગયો છે. જયારે અમદાવાદમાં 130,520નો ભાવ જોવા મળી રહ્યો છે. ચાંદીની વાત કરીએ તો એમસીએકસમાં પ્રતિ કિલોનોભાવ 165480નો ભાવ જોવા મળી રહ્યો છે. જયારે રાજકોટની બજારમાં ચાંદીનો ભાવ 1,68,660 જોવા મળી રહ્યો છે. જો રેડ કટ થશે તો સોના-ચાંદીમાં હજૂ પણ વધારો જોવા મળી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે 53 દિવસ બાદ અમેરિકાનો શટડાઉનનો અંત આવ્યો છે જેથી ટુંક સમયમાં સોનું અને ચાંદી ફરી ઘટશે તેવી આશા પણ તજજ્ઞો દ્વારા વ્યકત કરવામાં આવી છે.