દિવાળીએ હૈયા હોળી:સુરેન્દ્રનગર પાલિકાના 300 સફાઈ કામદારોની હડતાળ
સુરેન્દ્રનગર મહાપાલિકાના 300 જેટલા સફાઈ કામદરો દિવાળીના દિવસે હડતાળ પર ઉતર્યા છે. આથી દિવાળી પર શહેરીજનો સફાઈ માટે દોડધામ મચી છે. વઢવાણ પાલિકા કચેરીમાં બોનસ આપવાની માંગ કરી સફાઈ કામદરોએ ધરણા કર્યા હતા. સુરેન્દ્રનગર મહાપાલિકામાં દિવાળી પર્વ પર હૈયા હોળી જોવા મળી રહી છે. મનપાના કોન્ટ્રાક્ટ બેઝ 300 જેટલા સફાઈ કામદરોને બોનસ આપવામાં આવ્યું નથી. આથી દિવાળીના દિવસે સફાઈ કામદરો હડતાળ પર ઉતર્યા હતા. જેમાં વઢવાણ પાલિકા કચેરી ખાતે સોમવારે સવારે સફાઈ કામદરો ભેગા થયા હતા. ત્યારબાદ બોનસ આપવામાં ગરમા ગરમી થઈ હતી. જેમાં સફાઈ કામદારો ધરણા પર બેઠા હતા.
બીજી તરફ સફાઈ કામદરો હડતાળ પર ઉતરી જતા સફાઈ કામગીરી શરૂૂ થઈ નથી. આ અંગે સફાઈ કામદરો મનિષાબેન, જ્યોત્સનાબેન વગેરેએ જણાવ્યું કે અમો 20 વર્ષથી કામ કરી રહ્યા છીએ. સરકાર દ્વારા બોનસ આપવામાં આવ્યું છે તેની જાહેરાત પણ કરવામાં આવી છે. પરંતુ સુરેન્દ્રનગર મહાપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મીઓને બોનસ આપવામાં આવ્યું નથી. આથી અમારા પરિવારોની દિવાળી હૈયા હોળી જોવા મળી છે. શહેરીજનો મહેન્દ્રસિંહ સોલંકી, વીણાબેન, હંસાબેને જણાવ્યું કે દિવાળીના દિવસે સફાઈ કામગીરી શરૂૂ ન થઈ હતી. વઢવાણ સુરેન્દ્રનગરમાં નવા વર્ષે સફાઈ નહીં થાય તો નવું વર્ષ બગડે તેમ છે.