દિવાળી ધમાકા: રાજકોટથી દિલ્હી અને મુંબઈને જોડતી 3 નવી ફલાઈટ શરૂ થશે
રાજકોટને દિવાળીના દિવસોમાં નવી ચાર ફલાઈટ મળે તેવા સંકેતો મળ્યા છે. ઈન્ડિગોની રાજકોટ-દિલ્હી વચ્ચે નવી ફલાઈટ 10 ઓકટોબરથી શરૂ થનાર છે. જ્યારે એર ઈન્ડિયાની રાજકોટ-મુંબઈની ફલાઈટનો આજથી પ્રારંભ થયો છે. તો 26 ઓકટોબરથી વિન્ટર શેડયુલમાં રાજકોટ દિલ્હીની ફલાઈટ શરૂ કરશે. આ ઉપરાંત ચાઈના કનેકટીવીટી વાળી રાજકોટ-કોલકત્તા ફલાઈટ પણ ટૂંક સમયમાં શરૂ થવાની આશા છે.
એર ઇન્ડિયા દ્વારા રાજકોટથી મુંબઈની એક માસ પહેલા બંધ થઈ ગયેલી ફ્લાઇટ 1 ઓક્ટોબરથી શરૂૂ થઈ ચૂકી છે. જેમા અઈં 2657 નંબરની ફ્લાઇટ મુંબઈથી હિરાસર 10.50 વાગ્યે પહોંચશે અને આ અઈં 2658 ફ્લાઈટ 11.30 વાગ્યે મુંબઈ જવા માટે રવાના થશે. જ્યારે 26 ઓક્ટોબર, 2025થી 28 માર્ચ, 2026 સુધીના વિન્ટર શેડયૂલમાં દિલ્હીની સવારની 10.10 વાગ્યાની નવી ફ્લાઈટ શરૂૂ થશે. જ્યારે મુંબઈની ફ્લાઈટનો સમય 8.30 વાગ્યાનો થઈ જશે.
જ્યારે ઈન્ડિગો પણ વિન્ટર શેડયૂલમાં નવી 2 ફ્લાઇટ શરૂૂ કરવાની તૈયારીમાં છે. જેમાં નવેમ્બરમાં નોઇડામાં નવું ઝેવર એરપોર્ટ શરૂૂ થતા દિલ્હીની ફ્લાઇટસ ત્યાં શિફ્ટ થઈ જશે અને તેથી સ્લોટ મળતા રાજકોટથી દિલ્હીની નવી ફ્લાઈટ શરૂૂ થઈ જશે. જ્યારે રાજકોટથી ચાઇના કનેક્ટિવિટીવાળી કોલકાતાની ફ્લાઇટ શરૂૂ થઈ જશે. જેથી રાજકોટથી ચાઇના જવા માંગતા બિઝનેસ ક્લાસ હવાઈ મુસાફરોને લાભ મળશે.
હાલ રાજકોટથી દૈનિક 8 સહિત 11 ફલાઇટ ઓપરેટ થાય છે. આ ઉપરાંત 1 સુરત જતુ વેન્ચુરા 9 સીટર છે, જે પણ કાર્યરત છે. ત્યારે રાજકોટથી દિલ્હી જવા નવી ફલાઈટ શરૂૂ થતા ઉદ્યોગકારો અને વેપારીઓને ફાયદો થશે. આ ઉપરાંત ટૂંક સમયમાં ઇન્ડિગોનું વિન્ટર શેડ્યુલ આવશે. જેમાં રાજકોટથી કોલકાતા માટેની ફ્લાઈટ શરૂૂ થાય તેવી આશા છે. ઈન્ડિગોએ રાજકોટથી કોલકાતા માટે પ્રપોઝલ મૂકી છે, જે મંજુર થશે તો રાજકોટથી ચાઈના માટે સીધું કનેક્શન મળી રહેશે.