એસ.ટી. નિગમમાં કંડક્ટરની 571 જગ્યા પર દિવ્યાંગ ઉમેદવારની ભરતી કરાશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ટૂંક સમયમાં દિવ્યાંગ ઉમેદવારો માટે એક મહત્ત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવશે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર આ અંગે માહિતી આપી છે. આ ભરતી અભિયાન હેઠળ કુલ 571 દિવ્યાંગ ઉમેદવારોને કંડક્ટર તરીકેની નોકરી આપવામાં આવશે. આ પગલું દિવ્યાંગ વ્યક્તિઓને સરકારી નોકરીમાં સમાવવા અને સમાન તકો પૂરી પાડવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને સમાન તક પૂરી પાડવા અને તેમને સમાજની મુખ્યધારામાં લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં, રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એક ટ્વીટ દ્વારા જણાવ્યું કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 571 દિવ્યાંગ ઉમેદવારો માટે કંડક્ટરની જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂૂ કરવામાં આવશે. આ જાહેરાતથી ઘણાં દિવ્યાંગ ઉમેદવારોને સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક મળશે.
આ ભરતી પ્રક્રિયા ઘઉંઅજ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે, જે ગુજરાત સરકારની નોકરીઓ માટેની સત્તાવાર વેબસાઇટ છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો વેબસાઈટ પર જઈને વિગતો મેળવી શકશે અને અરજી કરી શકશે. આ પગલું માત્ર રોજગારીની તક ઊભી કરતું નથી, પરંતુ તે સામાજિક સમાનતા અને સમાવેશી વિકાસના સરકારના વિઝનને પણ પ્રતિબિંબિત કરે છે. ૠજછઝઈ ની આ પહેલ દિવ્યાંગોમાં આત્મવિશ્વાસ વધારશે અને તેમને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરશે.