For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હડતાળના મુદ્દે રેશનિંગના વેપારીઓમાં ભાગલા

05:05 PM May 30, 2025 IST | Bhumika
હડતાળના મુદ્દે રેશનિંગના વેપારીઓમાં ભાગલા

એક યુનિયનનું રવિવારથી હડતાળનુ એલાન, બીજુ યુનિયન રાબેતા મુજબ દુકાનો ખૂલ્લી રાખશે

Advertisement

ગુજરાતમા આગામી રવિવારથી રેશનીંગનાં પરવાનેદારોનાં એક મંડળે હડતાલનુ એલાન જાહેર કર્યુ છે જયારે રાજકોટ સહિતનાં અડધા ગુજરાતનુ પ્રતિનિધિત્ય કરતુ અન્ય એક યુનિયન ઓલ ગુજરાત ફેર પ્રાઇજ વેપારી એસો. હડતાલથી અલિપ્ત રહેતા વેપારીઓમા તડા જેવી સ્થિતિ સર્જાયેલ છે .

ગુજરાતની રાશનની દુકાનોમાં 1 જૂનથી અનાજ વિતરણ નહી કરવાનો નિરેણય દુકાનદારોએ લીધો છે. ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનની ગઇકાલે બેઠક મળી હતી. જેમાં સરકાર સામે વિવિધ પ્રશ્નો અને માંગણીઓને મુદ્દે 1 જુનથી રાશન દુકાોમાં અનાજ વિતરણ ન કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે, બીજા એક મોટા યુનિયન ઓલ ગુજરાત ફેરપ્રાઇઝ વેપારી એસોસિએશને હડતાલમા નહીં જોડાવાનો નિર્ણય લીધો છે.

Advertisement

અમદાવાદના વસ્ત્રાલ ખાતે એક પાર્ટી પ્લોટમાં બેઠક મળી હતી. આ બેઠકમાં રેશન દુકાનદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં દુકાનદારોને પડતી વિવિધ મુદાઓને લઈને ચર્ચા થઈ હતી. બેઠક અંગે ફેર પ્રાઈસ શોપ એન્ડ કેરોસીન ડીલર્સ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, EKYC ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે. રાજ્ય સરકાર ખોટા આંકડા જાહેર કરી રહી છે. આધાર કાર્ડ અને મતગણતરી પ્રક્રિયા સરકાર જે રીતે કરે એ પ્રમાણે EKYC પણ કરવું જોઈતું હતું. ઘરે ઘરે જઈને રેશન કાર્ડની EKYC પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારનો વિભાગ ફકત છાપામાં જાહેરાત આપે એ કેટલે અંશે યોગ્ય કહેવાય. દુકાનદારોને દબાણ કરવાથી EKYC પૂર્ણ નહીં થાય. અમે આ સામે કોર્ટમાં જઈને લડવા માટે પણ તૈયાર છીએ. રાજ્ય સરકાર EKYC પ્રક્રિયા 100% પૂર્ણ નહીં કરે તો 1 જૂનથી વિતરણ વ્યવસ્થા બંધ કરીશું. દુકાનદારોને મળતા 20 હજાર કમિશન અંગે પણ પદ્ધતિ સરકાર બદલે.

જો તમે સરકારી રાશન કે કોઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો 30 જૂન સુધીમાં આ કામ જરૂૂર કરી લેજો. સરકારે બધા રાશનકાર્ડ ધારકો માટે e-KYCએટલે કે e-Know Your Customer કરવાનું ફરજિયાત બનાવ્યું છે. તેની છેલ્લી તારીખ હવે 30 જૂન 2025 છે. એટલે કે, હવે ફક્ત ચાર દિવસ બાકી છે. જો તમે આ તારીખ સુધીમાં e-KYC નહીં કરાવો, તો તમારું રાશનકાર્ડ રદ થઈ શકે છે. ઉપરાંત, સસ્તું કે મફત રાશન મળવાનું બંધ થઈ જશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement