કટારિયા ચોકડીનો ડાયવર્ઝન રૂટ ફરી જાહેર
જામનગર રોડ, કાલાવડ શહેર, ગોંડલ રોડ અને રાજકોટ તરફ જવા માટેના સર્વિસ રોડનો ઉપયોગ કરવા અનુરોધ
રાજકોટ શહેરમાં કટારીયા ચોકડી વિસ્તારમાં બ્રિજ બનાવવાના કામને પગલે અવરજવરના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે તેમજ ટ્રાફિક ડાઈવર્ઝન રૂૂટ અમલમાં મુકવામાં આવ્યો છે. બ્રિજના બાંધકામના કામને કારણે કટારીયા ચોકડી ખાતે ગોંડલ રોડ થી જામનગર રોડ તરફ તથા જામનગર રોડ થી ગોંડલ રોડ તરફ જતો રીંગ રોડ તેમજ કાલાવડ તરફ થી રાજકોટ શહેર તરફ અને રાજકોટ શહેર તરફ થી કાલાવડ તરફ આવવા-જવાનો રસ્તો બંધ રાખવામાં આવ્યો છે.
ટ્રાફિકની સુગમતા જળવાઈ રહે તે માટે બંને દિશાના વાહનો માટે ડાઈવર્ઝન રૂૂટ શરૂૂ કરેલ છે, જે મુજબ વાહનોને વૈકલ્પિક માર્ગ દ્વારા પસાર થવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
* રાજકોટ શહેર થી કાલાવડ તરફ આવવા-જવા માટે:- - કાલાવડ રોડ થી કોરાટવાડી મેઇન રોડ થી ધ વાઇબવાળા રસ્તા- થી 150 ફુટ રીંગ-ર થઇ પંડિત દિનદયાલ ઉપાધ્યાાય આવાસ થી જીનીયશ સ્કુડલવાળા રસ્તાથી કાલાવડ રોડ.
* કાલાવડ થી રાજકોટ શહેર તરફ આવવા-જવા માટે:- - કાલાવડ રોડ થી કોસ્મોપ્લેક્ષ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તા થી કોસ્મોપ્લેક્ષ સિનેમા થઇ 150 ફુટ રીંગ રોડ-ર થઇ એલેકઝીર રોડ થી ગ્રીન ફિલ્ડહ ગાર્ડનવાળા રસ્તાહ થી કાલાવડ રોડ તરફ.
* 150 ફુટ રીંગ રોડ-ર, ગોંડલ ચોકડી થી જામનગર રોડ તરફ આવવા-જવા માટે:- એકવાકોરલ થી પંડિત દિનદયાલ ઉપાધ્યોય આવાસ થી જીનીયશ સ્કુગલ થી કાલાવડ રોડ થી કોસ્મોપ્લેક્ષ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તાપથી કોસ્મોપ્લેક્ષ સિનેમા થઇ 150 ફુટ રીંગ રોડ-ર.
* 150 ફુટ રીંગ રોડ-ર, જામનગર રોડ થી ગોંડલ રોડ તરફ આવવા-જવા માટે:- 150 ફુટ રીંગ રોડ-ર થઇ એલેકઝીર રોડ થી ગ્રીન ફિલ્ડો ગાર્ડનવાળા રસ્તાા થી કાલાવડ રોડ થી કોરાટવાડી મેઇન રોડ - ધ વાઇબ રોડ - 150 ફુટ રીંગ રોડ ર.
* 150 ફુટ રીંગ રોડ-ર, જામનગર રોડ થી ગોંડલ રોડ તરફ આવવા-જવા માટે:- 150 ફુટ રીંગ રોડ-ર થઇ એલેકઝીર રોડ થી ગ્રીન ફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાા થી કાલાવડ રોડ થી કોરાટવાડી મેઇન રોડ - ધ વાઇબ રોડ - 150 ફુટ રીંગ રોડ ર.