For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં 20 કરોડના ખર્ચે બે એકર વિસ્તારમાં આકાર પામશે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર

12:05 PM Oct 16, 2025 IST | Bhumika
મોરબીમાં 20 કરોડના ખર્ચે બે એકર વિસ્તારમાં આકાર પામશે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર

વિકાસ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત અનેક વિકાસ કાર્યો લોકોની જન સુખાકારી માટે આકાર લઈ રહ્યા છે ત્યારે મોરબીમાં વૈજ્ઞાનિક સંશોધન અને વિજ્ઞાન ક્ષેત્રે વિકાસ માટે 20 કરોડના ખર્ચે અધ્યત અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર નિર્માણ પામનાર છે જેનું રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે આજરોજ તા.15 ઓક્ટોબરના રોજ રાજ્યકક્ષાના કાર્યક્રમ થકી વર્ચ્યુલી ખાતમુહૂર્ત કર્યું હતું.વિકાસ સપ્તાહ અન્વયે ગુજરાત રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ સોગાદ મળી છે. ત્યારે મોરબીને આદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની વિશેષ ભેટ મળી છે.

Advertisement

વિકાસ, વિરાસત અને વિજ્ઞાનના સુભગ સમન્વય સમા આ આદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર માટે સરકાર દ્વારા 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેથી 02 એકર જેટલા વિશાળ વિસ્તારમાં વિજ્ઞાન કેન્દ્ર નિર્માણ પામશે. અત્યાધુનિક ભવનમાં મોરબી જિલ્લાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરતી વિવિધ ગેલેરી ડેવલપ કરવામાં આવશે.

આ વિજ્ઞાન કેન્દ્ર વૈજ્ઞાનિક સંશોધનો, પ્રયોગો તથા બાળકોને વૈજ્ઞાનિક ક્ષેત્રે થયેલ નવી શોધખોળ વિશે સમજવાનો તથા તેને જાણવા માટે તથા તેમની અંદર વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે મહત્વનું સાબિત થશે. વિજ્ઞાન અને નૂતન ટેકનોલોજી સાથે પ્રવાસન માટે પણ મહત્વના કેન્દ્ર તરીકે આ વિજ્ઞાન કેન્દ્ર મોરબી માટે ખૂબ જ મહત્વનું છે. જ્યાં જિલ્લા કક્ષાથી લઈ રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન સંબંધિત મહત્વના સેમિનાર યોજાશે જેનો સીધો ફાયદો મોરબીને થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement