જિ.પં. મૃતક કર્મચારીના પરિવારને ચૂકવશે એક લાખ સહાય
ચાલુ ફરજ દરમિયાન અવસાનની સહાયમાં 100 ટકાનો વધારો, સામાન્ય સભામાં ઠરાવ પસાર
રાજકોટ જિલ્લા પંચાયતની વર્તમાન બોડીની સંભવિત આજે ઘેલા સોમનાથ ખાતે અંતિમ કહી શકાય તેવી સામાન્ય સભા મળી હતી જેમા ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામતા કર્મચારી અને શહિદ સૈનિકોનાં પરીવારને અપાતી સહાયમા 100 ટકાનો વધારો કરવામા આવ્યો છે જે રકમ જીલ્લા પંચાયતના આર્થિક ભંડોળમાથી ચુકવવામા આવશે.
તાલુકા વિકાસ અધીકારી ઉપલેટાના પત્ર તા.07/04/2025 તથા તા.06/08/2025 થી ઉપલેટા તાલુકા પંચાયત કચેરીનુ નામ ડો.બી.આર. આંબેડકર ભવન રાખવા માટે અત્રે દરખાસ્ત રજુ થયેલ છે જે નામકરણ અંગેની રજુઆત સરકાર મા મંજુર કરવા અર્થે મોકલવા આજની ખાસ સામન્ય સભામા ઠરાવ કરવામા આવ્યો. જિલ્લા પંચાયત કચેરી રાજકોટમા પાન, મસાલા,ધુમ્રપાન, માવા કે ગુટખાની કોઈ પણ પ્રકારની બનાવટો પોતાની પાસે રાખવા કે સેવન કરવા અને થુંકવા પર પ્રતિબંધ મુકવા માટે આજની ખાસ સામાન્ય સભામા ઠરાવ કરવામા આવે છે જેમા કચેરીના મકાનમા કે પરીસરમા કોઈ પણ સ્થળે જાહેરમા થુંકવા પર દંડ સુધીની જોગવાઈ કરવામા આવે છે.
માત્ર દંડ વસુલવાની ભાવનાથી નહી પરંતુ લોકોના સામજિક વર્તનમા પરીવર્તન લાવવા તથા લોકો તમાકુના સેવનથી દુર રહે અને તંદુરસ્ત જીવન જીવે તે અંગે જાગ્રુતિ આવે તે હેતુસર આ ઠરાવ કરવામા આવે છે જે આજની ખાસ સામન્ય સભામા ઠરાવ કરવામા આવ્યો. જિલ્લા પંચાયત કચેરીમા ફરજ બજાવતા કર્મચારીનું અવસાન થાય તો તેના પરિવારને જિલ્લા પંચાયત સ્વભંડોળ વર્ષ 2025- 26 માથી રકમ રુપિયા પચાસ હજારથી વધારીને 1 લાખ કરેલ છે.
તેમજ જિલ્લા પંચાયત રાજકોટ હેઠળના વિસ્તારમાં રહેતા શહીદ થયેલા સૈનિકના પરિવારને જિલ્લા પંચાયત સ્વભંડોળ વર્ષ 2025- 26 માથી રકમ રુપિયા એક લાખથી વધારીને 2 લાખ કરેલ છે જે રકમ વધારીને ચુકવવા માટે આજની ખાસ સામન્ય સભામા ઠરાવ કરવામા આવ્યો. ખાસ સામાન્ય સભામા ઉતમ કામ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત અંતર્ગત પસંદ થયેલ રાજકોટ જિલ્લાના કુલ 11 તાલુકામાથી તાલુકા દિઠ એક ગામની પસંદગી થયેલ છે તેઓને એવોર્ડ વિતરણ કરવામા આવ્યુ હતુ.