રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જિલ્લા પંચાયતના નવીનીકરણની કામગીરીના અધિકારીને ગાંધીનગર મુકાયા

06:40 PM Nov 23, 2024 IST | Bhumika
oplus_2097152
Advertisement
Advertisement

રાજકોટ જિલ્લા પંચાયતના બિલ્ડીંગના નવીનીકરણ માટે હાલ ઈમારત તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. બિલ્ડીંગ તોડી અને નવા બનવા સુધીની જવાબદારી ઉપલેટાના ડેપ્યુટી ઈજનેરને સોંપવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં થયેલી ઈજનેરોની બદલીમાં ઉપલેટાના ડેપ્યુટી ઈજનેરની ગાંધીનગર ખાતે બદલી કરી નાખવામાં આવી છે. પરંતુ જગ્યા પર નિમણુંક આપવામાં આવી નહીં હોવાની જિલ્લા પંચાયતના બિલ્ડીંગની કામગીરી ધણીધોરી વગરની થઈ હોવાનો ઘાટ સર્જાયો છે.

આ અંગે સુત્રોએ જણાવ્યું હતું કે, માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગમાં નવુ જિલ્લા પંચાયતનું બાંધકામ પણ ટુંસક સમયમાં શરૂ થનાર હોય જૂના બિલ્ડીંગને તોડી પાડવાની કામગીરી પ્રગતિમાં છે. ત્યારે નાયબ કાર્યપાલક ઈજનેરની બદલી અને ખાલી જગ્યા બાબતે પ્રશ્ર્નાર્થ છે કે, નાયબ કાર્યપાલક ઈજનેર જેવી કી પોસ્ટમાં કોઈની બદલીથી નિમણુંક ન આપી? તો નાયબ કાર્યપાલક ઈજનેરની સત્વારે જગ્યા ભરવાામં આવે તેવી ખાલી ચર્ચા થઈ રહી છે. ર્મા અને મકાન પંચાયત પેટા વિભાગ ઉપલેટાના નાયબ કાર્યપાલક ઈજનેરને ડિઝાઈન સકેલ ગાંધીનગર મુકી દીધા છે. આથી આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા પંચાયતના બાંધકામની કામગીરની ગુણવત્તા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

રાજકોટ જિલ્લા પંચાયતનું કરોડના ખર્ચે નવું જે બિલ્ડીં બનવાનું છે તેના સુપરવાઈઝ જેમાંથી કામગીરી ઉપર દેખરેખ રાખનાર તથા કામ માટે કોઈ નાયબ કાર્યપાલક ઈજનેર છે નહીં અને ઉપલેટાના ડેપ્યુટી ઈજનેરની બદલી થઈ છે. ત્યારે ટુંક સમયમાં ઈન્ચાર્જો મુકવાની પણ હિલચાલ ચાલી રહી છે. ઈન્ચાર્જ મુકવામાં આવશે તો કામની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

રાજોકટ જિલ્લા પંચાયતના બાંધકામ સાખા માર્ગ અને મકાન પંચાયત પેટા-વિભાગ રાજકોટની છેલ્લા ત્રણ વર્ષની કાર્યપાલક ઈજનેરની ખાલી પડેલ છે. રાજકોટ તાલુકામાં 400 કિલોમીટરના અંદાજે રસ્તાઓ આવેલ છે. જેમાં હાલ સરકાર કક્ષાએની નવા ઝોન નંબર આવેલા છે. ટુંક સમયમાં રસ્તાઓ શરૂ થઈ રહ્યા હોય ત્યારે સરકાર માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરથી તા. 30-10-24થી 105 જેટલા નાયબ કાર્યપાલક ઈજનેરની બદલી કરેલ છે. પરંતુ રાજકોટ જિલ્લા પંચાયતમાં કોઈ નાયબ કાર્યપાલક ઈજનેરને મુકેલ નથી અને રાજકોટ પંચાયત પેટા વિભાગ ખાલી હોય તેમજ ઉપલેટા પંચાયત પેટા વિભાગમાંથી પણ માર્ગ અને મકાન વિબાગ દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેરની જગ્યા ખાલી કરી દીધેલ છે. માટે રાજકોટ જિલ્લા પંચાયત બાંધકામ ફાળામાં હાલ બે (2) નાયબ કાર્યપાલક ઈજનેરની જગ્યા ખાલી છે. પરંતુ 105 માંથી કોઈ નાયબ કાર્યપાલક ઈજનેરને મુકેલ નથી. તો આટલા બધા કામો સરકાર માંથી જોબ નંબર આવેલ હોય તો ચાર્જમાં આવશે? તે એક પ્રશ્ર્ન છે.

દોઢ વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા
જિલ્લા પંચાયતના જૂના બિલ્ડીંગને તોડી પાડી અને 18 મહિનામાં આ કામગીરી પૂર્ણ કરવા સમયમર્યાદા આપવામાં આવી છે. ત્યોર આઠ મહિનાનો સમય વિતવા છતાં હજુ બાંધકામ તોડવાની કામગીરી પૂર્ણ થઈ અને ખાટલે મોટી ખોટ સમાન જવાબદાર અધિકારીના પણ બદલી ગાંધીનગર કરી દેવાતા 18 માસમાં કામ પૂર્ણ થશે કે અમદાવાદ-રાજકોટ સિક્સલેન જેવો ઘાટ સર્જાશે તેવો ગણગણાટ થઈ રહ્યો છે.

Tags :
GANDHINAGARgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement