રેલનગરમાં જિલ્લા પંચાયતના ક્લાર્કનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવ વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક આધેડનો ભોગ લેવાયો છે. રેલનગરમાં રહેતા અને જિલ્લા પંચાયતમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા આધેડ પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ એટેક આવી જતા તેમનું મોત નીપજ્યુ હતુ. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાય જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં સૂર્યપાર્ક સોસાયટીમાં દુલારી એપાર્ટમેન્ટમાં રહેતા પંકજભાઇ રાણાભાઇ વઘેરા (ઉ.વ.49)નામનના આધેડ આજે સવારે ઉઠયા બાદ નાસ્તો કરી પરત સુઇ ગયા હતા બાદમાં બારેક વાગ્યના અરસામાં પરિવારજનો તેમને જગાડવા જતા તેઓ ઉઠતા ન હોય અને બેભાન હાલતમાં હોય જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તીબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતુ.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પંકજભાઇ 6 બહેના એકના એક ભાઇ હોવાનું અને જિલ્લા પંચાયતમાં કલાર્ક તરીકે નોકરી કરતા હતા. તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તબીબો દ્વારા હાર્ટએટેક આવી જતા મોત નીપજ્યાનો અભિપ્રાય આપ્યો હતો. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.