For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીર સોમનાથમાં જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા-2025 યોજાશે

11:17 AM Aug 30, 2025 IST | Bhumika
ગીર સોમનાથમાં જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા 2025 યોજાશે

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગીર સોમનાથ સંચાલિત જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા-2025 યોજાશે. વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં તા.04 સપ્ટેમ્બર 2025ના રોજ જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા-2025 યોજાશે.

Advertisement

આ સ્પર્ધામાં સવારે 08:30 કલાકે રીપોર્ટ કરવાનો રહેશે. સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થયેલી 14 કૃતિઓ જેમાં (1) વકતૃત્વ (2) નિબંધ લેખન (3) ચિત્રકલા (4) ભરતનાટ્યમ (5) એકપાત્રીય અભિનય (6) લોકનૃત્ય (7) રાસ (8) ગરબા (9) સુગમ સંગીત (10) લગ્ન ગીત (11) સમૂહ ગીત (12) લોકગીત / ભજન (13) તબલા (14) હાર્મોનિયમનો સમાવેશ થાય છે. ઉપરાંત સ્પર્ધામાં સીધી જિલ્લાકક્ષાની 9 કૃતિઓ જેમાં (1) કાવ્ય લેખન (2) ગઝલ શાયરી (3) લોકવાર્તા (4) દુહા,છંદ,ચોપાઇ (5) સર્જનાત્મક કારીગરી (6) સ્કૂલ બેન્ડ (7) ઓરગન (8) કથ્થક (9) શાસ્ત્રીય કંઠ્ય નો સમાવેશ થશે.

આ રીતે, તાલુકા કક્ષાની 14 કૃતિના પ્રથમ નંબરના વિજેતા કલાકારો તથા જિલ્લા કક્ષાની સીધી 9 કૃતિની સ્પર્ધાઓના કલાકારો આ કલા મહાકુંભમાં પોતાની ઉત્કૃષ્ટ કલાનું પ્રદર્શન કરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement