For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી

12:04 PM Jun 10, 2025 IST | Bhumika
વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલ રાણાવસિયાએ આજે વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરી હતી.

Advertisement

ચૂંટણીલક્ષી કામગીરીના જુદા જુદા નોડલ ઓફિસરો સાથે મળેલી આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ વિધાનસભા મત વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરતા ખાસ વિધાનસભા મત વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા ફ્લેગ માર્ચ યોજવા માટે નિર્દેશ આપ્યા હતા. ઉપરાંત સંભવિત વરસાદની સ્થિતિમાં જરૂૂરી પૂર્વ તૈયારીઓ કરવા અને તકેદારી લેવા માટે માર્ગદર્શન કર્યું હતું. અધિકારીએ હોમ વોટીંગ દરમિયાન મતદાનની ગુપ્તતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે પણ જરૂૂરી સૂચનાઓ આપી હતી. તાલીમ પણ આપવામાં આવશે.જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન જાગૃતિ માટે સંકલિત પ્રયાસો કરવા માટે ભાર આપ્યો હતો.

ઉપરાંત મતદાન મથકો પર દિવ્યાંગ સહિતના મતદારોને જરૂૂરી સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી. ઉપરાંત વધારાના બેલેટ યુનિટ ફાળવવા, વધારાની એફએસટી, વીએસટી, વીવીટી ટીમની રચના, મતગણતરી માટેની પૂર્વ તૈયારીઓ, ઇવીએમનું બીજું રેન્ડેમાઇઝેશન, સહિતના મુદ્દે આયોજન સંદર્ભે જરૂૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પી.એ. જાડેજા, નિવાસી અધિક કલેકટર કે.બી. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.જે. જાડેજા સહિત ચૂંટણીલક્ષી કામગીરી માટેના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement